ફરાળી મેંદુવડા

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
  1. ૨૫૦ ગ્રામ બટેટા
  2. ૨૦૦ ગ્રામ સાબુદાણા
  3. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  4. ૧ ચમચીગરમ મસાલો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. લીંબુનો રસ
  7. ૨ ચમચીખાંડ
  8. વાટકો શીંગ દાણા
  9. ઝીણી સમારેલી કોથમીર
  10. ૧ ચમચીજીરૂ
  11. ૧ ચમચીટોપરાનું છીણ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌપ્રથમ સિંગદાણાને શેકી તેના ફોતરા ઉખાડીને અને તેનો ભૂકો કરી લો

  2. 2

    બટાકાને બાફી તેની છાલ ઉખાડી અને તેને મેશ કરી લો

  3. 3

    સાબુદાણાને ૨ કલાક માટે પલાળી પછી તેને ચાળણીમાં કોરા થવા મૂકો

  4. 4

    એક થાળીમાં બટેટાનો છૂંદો પલાળેલા સાબુદાણા આદુ-મરચાની પેસ્ટ ટોપરાનું છીણ લીંબુનો રસ ખાંડ ગરમ મસાલો મીઠું સીંગદાણાનો ભૂકો કોથમીર આ બધું લઈ બરાબર મિક્સ કરો

  5. 5

    એક હાથમાં તેનો લૂઓ લઈ તેને મેંદુ વડા નો શેઇપ આપો અને પછી ગરમ ગરમ તેલમાં તળી લો

  6. 6

    આછા બદામી રંગના તળવા. પછી એક ડીશમાં લઈ તેને ફરાળી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

Similar Recipes