રાઈસ બેઝડ્ પીઝા(rice base pizza recipe in Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#સુપરશેફ4
#noovenbaking

ફ્રેન્ડ્સ, આજે મેં અહીં ચોખા ના લોટ માંથી પીત્ઝા બનાવ્યા છે . ઘઉં અથવા મેંદા ના લોટ માંથી જેમ પીત્ઝા બંને છે એ જ રીતે ચોખા ના લોટ માંથી પણ ખુબ જ સરસ પીત્ઝા બનાવી શકાય છે. પરફેક્ટ રીતે આ પીત્ઝા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે.

રાઈસ બેઝડ્ પીઝા(rice base pizza recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપરશેફ4
#noovenbaking

ફ્રેન્ડ્સ, આજે મેં અહીં ચોખા ના લોટ માંથી પીત્ઝા બનાવ્યા છે . ઘઉં અથવા મેંદા ના લોટ માંથી જેમ પીત્ઝા બંને છે એ જ રીતે ચોખા ના લોટ માંથી પણ ખુબ જ સરસ પીત્ઝા બનાવી શકાય છે. પરફેક્ટ રીતે આ પીત્ઝા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પીઝા બેઝ માટે:-
  2. ૨૫૦ ગ્રામ ચોખાનો ઝીણો લોટ
  3. ૧/૨ કપઘઉંનો લોટ બાઈન્ડીગ માટે
  4. ૧ ચમચીતેલ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  7. ૧ ચમચીઓરેગાનો
  8. ૧ ચમચીમિક્સ હર્બસ
  9. ૧ ચમચીયીસ્ટ
  10. ૨ ચમચીખાંડ
  11. ૧/૨ કપહુંફાળું દૂધ
  12. ટોપીગ માટે:-
  13. ૪ ચમચીપીઝા સોસ
  14. નાનું સમારેલું કેપ્સીકમ
  15. સમારેલી ડુંગળી
  16. ૧/૨ કપબાફેલા મકાઈના દાણા
  17. ૨૦૦ ગ્રામ ચીઝ
  18. ૨ ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  19. ૨ ચમચીમિક્સ હર્બસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દુઘ લઈ તેમાં માપ પ્રમાણે ખાંડ, યીસ્ટ મિક્સ કરી ૧૦ મિનિટ રેસ્ટ આપવો જેથી તે ફર્મેન્ટ થઈ જશે અને ઉપર બબલ્સ આવી જશે. હવે એક મોટા બાઉલમાં ચોખા નો લોટ, મેંદો, મીઠું તેમજ ઉપર જણાવેલા બધા જ ઈનગ્રીડિયન્ટસ ઉમેરી મિક્સ કરી લેવું ત્યારબાદ આ મિશ્રણને એડ કરી ડો તૈયાર કરવો. જરુર જણાય તો થોડું પાણી ઉમેરી શકાય છે.

  2. 2

    ત્યારબાદ બાઉલ ને કવર કરી ૨ કલાક રેસ્ટ આપવો જેથી તે ફુલી ને ડબલ થઇ જશે. પીઝા બનાવવા માટે થીક બોટમ પેન માં નીચે મીઠું ઉમેરી ૧૦ મિનિટ પહેલા ગરમ કરવા મૂકો. હવે આ ડો ને થોડું ૧ ચમચી બટર કે તેલ થી મસળી સ્મુઘ બનાવી ને એકસરખા મોટી સાઈઝ ના લુવા બનાવી લેવા. એક ગુલ્લુ લઈ પીત્ઝા ટ્રે ને તેલ થી ગ્રીસ કરી કોરો લોટ ભભરાવી તેમાં આ ગુલ્લુ હાથે થી થેપી ને જાડી રોટલી બનાવી સેટ કરવું.

  3. 3

    ઉપર પીઝા સોસ ડુંગળી, કેપ્સીકમ, કોર્ન થોડા થોડા લઈ ને ઉપર પાથરવા તેના ઉપર ચીઝ અને રેડ ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ સ્પ્રીન્કલ કરી પ્રિહીટેડ પેન માં સ્ટેન્ડ મુકી આ ટ્રે સેટ કરી ૧૫ મિનિટ મિડિયમ ફલેમ પર બેક કરવા. આ રીતે બધા જ પીત્ઝા બનાવવા.

  4. 4

    ગરમાગરમ પિત્ઝા તૈયાર છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes