સુલતાની દાલ (Sultani dal recipe in Gujarati)

સુલતાની દાલ (Sultani dal recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળને ધોઈને તેમાં હળદર અને મીઠું નાખીને બાફી લેવી. હવે દાળ માં એક નાનું વાસણ મૂકી એની અંદર સળગતો કોલસો મૂકી એના પર 1ટીસ્પૂન ઘી રેડીને ધુમાડો નીકળે એટલે ઢાંકણ બંધ કરી દેવું. આ રીતે દાળમાં સ્મોકી ફ્લેવર આવી જશે.
- 2
હવે એક વાસણમાં દૂધ, મલાઈ અને દહીંને બરાબર મિક્સ કરી લેવું. દાળ માંથી કોલસો મૂકેલું વાસણ કાઢી લેવું અને એમાં દૂધનું મિશ્રણ ઉમેરી દેવું. બધુ બરાબર હલાવી એમાં પાણી ઉમેરવું. હવે તેમાં લવિંગ અને ઈલાયચીનો પાઉડર ઉમેરીને તેને ગેસ પર મીડીયમ તાપે 10 થી 15 મીનીટ સુધી પકાવો.
- 3
એક નાના વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી એને હલકા બ્રાઉન કલરનું થવા દેવું. હવે તેમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરી કાંદાને ગુલાબી કલરના સાંતળી લેવા. તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી બધું બરાબર હલાવી લેવું. બે મિનીટ પછી એમાં સમારેલા લીલા મરચા અને લાલ મરચાંનો પાઉડર નાખીને ગેસ બંધ કરી દેવો. આ વઘારને તૈયાર થયેલી દાલ પર રેડીને બધું બરાબર મિક્ષ કરી લેવુ.
- 4
સુલતાની દાલ ને જીરા રાઈસ અને પરોઠા સાથે પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
દાલ અમ્રિતસરી લંગર વાલી દાલ તરીકે પણ જાણીતી છે. આ એક પંજાબી રેસીપી છે જે પ્રોટીનથી ભરપૂર છે. દાલ અમ્રિતસરી આખા અડદ અથવા અડદની દાળ અને ચણાની દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે. ખૂબ ઓછા મસાલા થી બનતી આ દાળ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. આ દાળ રોટલી, નાન કે રાઇસ સાથે પીરસી શકાય. વધેલી દાળ બીજા દિવસે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ સુલ્તાની(Dal Sultani Recipe in Gujarati)
દાલ સુલ્તાની ખરેખર એક પરંપરાગત રોયલ વાનગી છે જે રાજસ્થાન માં મહારાજાઓના રોયલ ભોજન માં તેનો સમાવેશ કરવામાં આવતો હતો નામ પ્રમાણે ટેસ્ટ માં પણ તે એકદમ રોયલ લાગે છે👌😋😋😋😍😍😍😍 Gayatri joshi -
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા પરિવાર ને મારા હાથ ની દાલ મખની બહુ ભાવે છેદાલ મખની/ કાલી દાલ/ માં કી દાલ Tanha Thakkar -
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#trend2દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની. બધાના સ્વાદ માં થોડો થોડો ફરક હોય છે. દાલ ફ્રાય માં તેલ ઘીનો વપરાશ થોડો વધુ કરવામાં આવે છે અને તેની સાથે તેમાં ખડા મસાલા થોડા ઓછા પ્રમાણમાં વપરાય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાલ ફ્રાય બનાવી છે જે નાના-મોટા સૌને ભાવે તેવી છે. Asmita Rupani -
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
ત્રેવટી દાલ (Trevti dal Recipe in Gujarati)
#WK5#week5#cookpadgujarati#cookpadindia દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની, ત્રેવટી દાલ વગેરે. બધાના સ્વાદ માં અને બનાવવાની રીતમાં થોડો થોડો ફરક હોય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી ત્રેવટી દાલ બનાવી છે. આ દાલ ગુજરાતી દાલ તરીકે પણ ઓળખાય છે. આ દાલ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ફ્ટાફટ બની જાય છે. ત્રેવટી દાલ નાના-મોટા સૌને ભાવે તેવી બને છે. Asmita Rupani -
દાલ બંજારા
બહુ જ ટેસ્ટી એવી દાલ છે, એને લંગર વાલી દાલ પણ કહેવાય છે, રોટલી અને રાઈસ બંને સાથે સરસ લાગશે. Viraj Naik -
ધુંગારી માં કી દાલ (Dhungari Maa ki Dal Recipe In Gujarati)
#નોર્થ માં કી દાલ, કાલી દાલ, માહ કી દાલ પંજાબીઓ ની સ્પેશ્યલ દાલ.. પંજાબ માં અડદ ની દાળ ને માહ કી દાલ કહેવાય છે પણ ઘણા આ દાળ ને માં કી દાલ પણ કહે છે.. મા ના હાથે પ્રેમ થી બનેલી દિલ માં કી દાલ..આ દાલ સાથે તંદૂરી રોટી અને રાઈસ સર્વ થાય છે. મેં દાલ માં ધુંગાર આપી ને ધુંગારી માં કી દાલ બનાવી છે. Pragna Mistry -
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)
#AM1આ દાલ સ્વાદમાં દાલ ફા્ય જેવી જ લાગે પણ અલગ રીતે બનાવવામાં આવે છે. અહિ એકદમ રાજસ્થાની પરંપરાગત રીતે બનાવી છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. Ami Adhar Desai -
દાલ ફ્રાય-જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarati)
#સુપરશેફ4દાલ ફ્રાય તુવેરની દાળની બનાવી છે જે પ્રોટીનથી ખૂબ જ ભરપૂર અને હેલ્ધી પણ છે. Nayna Nayak -
-
દાલ પાલક તડકા(dal palak tadka recipe in gujarati)
#સુપરશેફ4#દાલ અને રાઈસ#પોસ્ટ2 આ લાસટ વીક ની ચેલેંજ દાલ અને રાઈસ ની છે તો મે આજે દાલ પાલક ની રેસીપી લઈને આવી છું. Vandana Darji -
દાલ સુલ્તાની
#દાળકઢીઆ દાળ લખનૌ ની પ્રખ્યાત અને રોયલ દાળ છે જે રોયલ ક્યુઝાઈથ મા આવે છે. દુધ,ક્રીમ,દહીં, કેસર,ઈલાયચી, નો ઉપયોગ થયો છે. Nilam Piyush Hariyani -
તુડકીયા ભાત (Tudkiya bhath recipe in Gujarati)
તુડકીયા ભાત હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવતી એક ખીચડી નો પ્રકાર છે જે ચોખા અને મસૂરમાં મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આખા મસાલા વાટીને જે પેસ્ટ ઉમેરવામાં આવે છે એના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફૂલ લાગે છે. સુગંધથી ભરપૂર આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે.#નોર્થ#પોસ્ટ4 spicequeen -
બાટી સ્પેશિયલ દાલ (Bati Special Dal Recipe In Gujarati)
#AM1ફ્રેન્ડ્સ,દાલ બાટી મારવાડી ટ્રેડિશનલ વાનગી છે જેમાં ઘઉં ના જાડા લોટ ની બાટી સાથે દાલ પીરસવામાં આવે છે . બાટી ને હાથે થી મસળી ચૂરમુ બનાવવા માં આવે છે અને તેમાં સ્વાદિષ્ટ તીખી દાલ મિક્સ કરીને ખાવામાં આવે છે. આ રીતે અહીં દાલ નું ખુબ જ મહત્વ છે અને આ દાલ બઘાં પોતાની રીતે , પોતાનાં ટેસ્ટ પ્રમાણે બનાવતાં હોય છે. મેં અહીં મારી રીતે આ દાલ ને સ્વાદિષ્ટ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
દાલ મખની (Dal makhni recipe in gujarati)
#સુપરશેફ4મને આ સ્વાદિષ્ટ વાનગી, મારી સહેલી સરસ્વતી એ શીખવાળી છે. આ પંજાબી દાલ જીરા રાઈસ, નાન, પરાઠા અથવા રોટલી સાથે ખવાય છે. Kavita Sankrani -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1દાલ મખની એ એક ઉત્તમ ભારતીય વાનગી છે જે આખા ઉરદ, રાજમા, માખણ અને મસાલાથી બને છે. તે પંજાબમાં સૌથી લોકપ્રિય દાળની વાનગીઓમાંની એક છે. Asmita Desai -
કફૂલી (Kafuli recipe in Gujarati)
કફૂલી પહાડી વિસ્તારોમાં બનાવવામાં આવતી હિમાચલ પ્રદેશ ની વાનગી છે. પાલક અને તાજી મેથી માંથી બનાવવામાં આવતી આ કરી ખૂબ જ ઓછી વસ્તુઓ માંથી અને ઝડપથી બની જાય છે. આ કરી માં એકદમ ઓછા મસાલાઓ ઉમેરાયેલા હોવાથી શાકભાજી નો પોતાનો સ્વાદ માણી શકાય છે. ઓછી વસ્તુઓ ને પણ યોગ્ય રીતે વાપરી ને ખૂબ જ સુંદર વાનગી બની શકે એનો આ એક નમૂનો છે.#નોર્થ#પોસ્ટ5 spicequeen -
દાલ ફ્રાય વિથ હેલ્થી કાલી દાલ (Dal Fry Recipe In Gujarati)
#trend2 દાલ ફ્રાય તો અલગ અલગ જરૂરથી ટ્રાય કરી હશે પણ આ એક નવી જ દાલ ફ્રાય છે ખૂબ જ ટેસ્ટી તો છે પણ સાથે હેલ્ધી પણ છે જરૂરથી ટ્રાય કરજો મારા ઘરમાં તો બધાને ખૂબ જ આવે છે તમને બધાને પણ જરૂર થી પસંદ પડશે. Himadri Bhindora -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
આ એક ખુબ જ સુંદર અને ઓછા પદાર્થો અને ઓછા સમય મા બનતું શાક છે. #GA4 #WEEK1 #PUNJABI Moxida Birju Desai -
મીક્સ દાલ ફ્રાય(Mix Dal Fry Recipe In Gujarati)
#AM1#cookpadguj#cookpadind ચણા ની દાળ માંથી દાલ ફ્રાય બંને પરંતુ મારા ઘરમાં મીક્સ દાલ ખુબ ભાવે બનાવવામાં પણ આવે છે.પ્રોટીન નો સ્ત્રોત તરીકે પણ ઓળખાય છે.તેથી હેલ્ધી રેસિપી શેર કરું છું. Rashmi Adhvaryu -
ત્રેવટી દાલ ફ્રાય (Trevti Dal Fry Recipe In Gujarati)
#AM1..કાઠિયાવાડી સ્પેશિયલ ખાણું...બાજરી ના રોટલા ,ત્રેવટીદાલફ્રાઈ,સલાડ, ગોળ ઘી,માખણ,લસણ ની ચટણી,અને ઓલ ટાઈમ ફેવરિટ છાસ..😋 હા.. ત્રેવટી દાલ ફ્રાય એકદમ પોષ્ટિક અને શક્તિદાયક છે. આ દાલ ફ્રાય ત્રણ દાળ માંથી બને છે તેથી તેને ત્રેવટી દાલ કહેવાય છે.જે શરીર ને પુરતા પ્રમાણ માં પ્રોટીન આપે છે.અને સ્વાદ માં તો એકદમ ટેસ્ટી બને છે. Varsha Dave -
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
દાલ સુલતાની (Dal Sultani Recipe In Gujarati)
#DRઆ દાળ મેં કાલે જ ઘરે બનાવેલ હતી કાલે મારી બહેન નો જન્મદિવસ હોય અમુક વેરાઈટી બનાવેલ જેમાં આ દાળ પણ બનાવેલ હતી Jigna buch -
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની . Arpita Sagala -
દાલ સબ્જી(dal sabji recipe in Gujarati)
#ઈસ્ટ આપણે ગુજરાતમાં પણ આ રીતની dal sabji બનાવીએ છીએ લગભગ એ જ રીતે બંગાળમાં પણ દાલ સબ્જી બને છે ટેસ્ટ પણ લગભગ સમાન જેવો જ છે ગુજરાતની dal sabji ની જેમ જ ત્યાં પણ બધા જ શાકભાજી નાખી દાલ સબજી બનાવે છે અહીં મેં બીજા કોઈ શાક હાજર ન હોય રીંગણ ગલકા કાચા કેળા અને ફ્રીઝરમાં ભરેલા બધા દાણા જેવા કે વટાણા તુવેર લીલી ચોળી વાપરીને દાલ સબ્જી બનાવી છેબાળકોને બધી જ જાતના શાકભાજી અને મિક્સ દાળ કરી આ રીતે જુદા ટેસ્ટ સાથે ખવડાવી શકાય Gita Tolia Kothari -
દાલ બાફલા(dal bafalaa recipe in gujarati)
#વેસ્ટદાલ બાફેલા એ મધ્ય પ્રદેશ માં ઘણા શહેરમાં ખવાય છે અને તે રાજસ્થાની દાલ બાટી જેવી જ હોય છે. આ દાલ બાફેલા ટેસ્ટમાં તો સરસ જ લાગે છે પણ સાથે સાથે તેમાંથી આપણે સારા પ્રમાણમાં મલ્ટી વિટામીનસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ સારી કોલીટીમાં મળી રહે છે.ભોપાલ માં આ દાલ બાફલા ખુબ સરસ મળે છે. Vandana Darji -
સુલતાની દાળ(dal recipe in gujarati)
આ સુલતાની દાળ મુઘલ સમય માં બનતી દાળ ની રીત છે..એને લખ્નોવી દાળ પણ કહેવાય છે. લખનઉ માં દાળ જેવી રીતે બને છે એવી રીતે આજે મે બનાવી છે ...જે ની રેસિપી હું શેર કરી છું.. આ દાળ માં વપરાતી વસ્તુ ના લીધે અને સુલતાની દાળ કહેવાય છે... Monal Mohit Vashi
More Recipes
ટિપ્પણીઓ (3)