ચોકો સ્ટફડ કુકીઝ (Choco Suffed Cookies Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

ચોકો સ્ટફડ કુકીઝ (Choco Suffed Cookies Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 નંગ
  1. 1/4 કપબટર
  2. 1/4 કપખાંડ
  3. 1/4 ચમચીવેનીલા એસેંસ
  4. 1 ચમચી દૂધ
  5. ચપટીબેકીંગ સોડા
  6. 1/8 ચમચીબેકીંગ પાઉડર
  7. 1- 3/4 કપમેંદો
  8. 2-3 ચમચીચોકલેટ ચીપ્સ
  9. 1 નંગડેરી મિલ્ક

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બટર અને ખાંડને લઇ સરખું મિક્સ કરી લેવું. વેનીલા એસેંસ નાખી હલાવી લેવું.

  2. 2

    હવે તેમાં દૂધ નાખી મિક્સ કરી લેવું.

  3. 3

    બીજા બાઉલમાં મેંદો, બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા ને ચાળી લો.

  4. 4

    પછી તેને ખાંડ અને બટર વાળા મિશ્રણમાં નાખી મિક્સ કરી લેવું.

  5. 5

    તેમાં ચોકલેટ ચીપ્સ નાખી આ મિશ્રણને 30 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવું.

  6. 6

    એક બટર પેપર પર 1-1 ચમચી ન્યુટેલા ના રાઉન્ડ કરી તેને પણ 30 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવા.

  7. 7

    30 મિનિટ પછી કુકીઝના મિશ્રણ માંથી એક સરખા 6 ભાગ કરી લેવા. 1 લૂવો લઇ તેમાં ન્યુટેલા મૂકી કુકીઝનો શૅઇપ આપી દેવો.

  8. 8

    એક લોયામાં મીઠું નાખી 10 મિનિટ પ્રીહિટ કરી લેવું. પછી તેમાં સ્ટેન્ડ મૂકી કુકીઝ ને 17-18 મિનિટ માટે બેક કરી લેવા.

  9. 9

    તો તૈયાર છે ચોકો સ્ટફડ કુકીઝ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes