કેસર દૂધપાક (Kesar Dudh Paak Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#ટ્રેડિંગ
#week1
#કેસર_દૂધ_પાક ( Kesar Dudh Paak Recipe in Gujarati )
દૂધ પાક ગુજરાતી ટ્રેડિસનલ ડેઝર્ટ છે. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાત માં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે.દૂધ પાક માં મુખ્યત્વે દૂધ ચોખા ખાંડ કેસર એન્ડ સૂકા મેવા જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત આમાં ચારોળી એન્ડ ઈલાયચી પાઉડર પણ ઉમેરવા માં આવે છે. આ કેસર દૂધ પાક ખાવા ની અસલી મજા પૂરી સાથે આવે છે. મહેમાન આવે ત્યારે મોટાભાગ ના લોકો ના ઘરે સ્વીટ માં કોઈ ડીશ બનતી હોય છે તો તે છે દૂધ પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ ટેબલ સ્પૂનબાસમતી ચોખા
  2. ૧ ટેબલ સ્પૂનઘી
  3. ૧ લિટરફૂલ ફેટ વાડું દૂધ
  4. ૧ ચપટીકેસર ના તાર
  5. થી દોઢ ટેબલ ચમચી ઘી (ચોખા માં ઉમેરવા માટે)
  6. ૧/૨ કપખાંડ
  7. ૨ ટેબલ સ્પૂનચારોળી
  8. ૧ ટેબલ સ્પૂનબદામ ની સ્લાઈસ
  9. ૧ ટેબલ સ્પૂનપિસ્તા ની સ્લાઈસ
  10. ૧ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  11. ૧/૨ નંગજાયફળ
  12. 🌐ગાર્નિશ ના ઘટકો :--
  13. ચારોળી જરૂરી મુજબ
  14. પિસ્તા ની સ્લાઈસ જરૂરી મુજબ
  15. બદામ ની સ્લાઈસ જરૂરી મુજબ
  16. ૪-૬ નંગ કેસર ના તાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બાસમતી ચોખા ધોઈ ને થોડુ પાણી ઉમેરી ૧૦ મિનિટ માટે પલાળવા મૂકવું.

  2. 2

    હવે એક પેનમાં ૧ ચમચી ઘી ફેલાવી તેમા દૂધ ને ગેસ ની હાઈ ફ્લેમ્ પર ઉકળવા મુકો. દૂધ નો એક હુફાડો આવે ત્યારે ગેસ ની ફલેમ્ સ્લો કરી ૫ મિનિટ દૂધ ને ઉકળવા દો. હવે આ જ સ્ટેજ કેસર ના તાર ઉમેરી મિક્સ કરી લો. ત્યાર બાદ આ દૂધ ને ગેસ ની સ્લો ફ્લેમ પર ઉકળવા દો.

  3. 3

    હવે ચોખા માંથી પાણી કાઢી ચોખા ને કોરા કરી લો. પછી ચોખા ને વાટકી માં ઉમેરી ૧ થી દોઢ ચમચી ઘી ઉમેરી મિક્સ કરી આ ચોખા દૂધ માં ઉમેરી લેવાં ને ગેસ ની ફલેમ મિદિયમ ટુ હાઈ પર ૧૦ મિનિટ ઉકળવા દો ને સાથે સાથે ચમચા થી હલાવતા પણ રહેવું.

  4. 4

    હવે ચોખા ને ચમચા માં લઈ હાથ થી દબાવી જોવું કે ચોખા ચઢયા છે કે નહિ. ચોખા ચઢી ગયા છે તો હવે આમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લો.ખાંડ પીગળે ત્યાં સુધી દૂધ ને ઉકળવા દો. હવે દૂધ નો ક્લર પણ બદલાઈ ગયો છે.

  5. 5

    હવે આમાં ચારોળી, બદામ ની સ્લાઈસ અને પિસ્તા ની સ્લાઈસ ઉમેરી થોડી વાર દૂધ ઉકળવા દો. હવે ગેસ ની ફ્લેમ બંધ કરી આમાં ઈલાયચી પાઉડર અને જાયફળ ખમણી ને ઉમેરો. જાયફળ થી ટેસ્ટ સરસ આવે છે.

  6. 6

    હવે કેસર દૂધ પાક રેડી છે. આ કેસર દૂધ પાક ને ગરમાગરમ કે ઠંડુ કરી ને સર્વ કરો. ઉપરથી ચારોળી, પિસ્તા ની સ્લાઈસ, બદામ ની સ્લાઈસ અને કેસર ના તાર ઉમેરી ગાર્નિશ કરો. આ કેસર દૂધ પાક એકદમ ક્રીમી ને ઘાટો બન્યો છે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes