પેંડા ની બાસુંદી (Peda Basundi Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#MBR3
ઘણીવાર દિવાળી માં પેંડા ના 2-3 બોક્સ એક સાથે આવી જાય છે અને ખબર નથી પડતી કે કેવી રીતે આ પેંડા પુરા કરવા. તો આજે થયું કે ઘર માં બધાને બાસુંદી બહુજ ભાવે છે તો ,પેંડા ને દૂધ માં ઉકાળી ને બાસુંદી બનાવવી જ લેવી. પેંડા નો સદઉપયોગ પણ થશે અને હવે પછી પેંડા ના બૉક્સ કોઈ ને નજર માં પણ નહીં આવે.😃😃

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
3-4 સર્વ
  1. 5-6 નંગબદામ-પીસ્તા યુકત પેંડા
  2. 3/4લીટર ફુલ ફેટ દૂધ
  3. ઇલાયચી નો પાઉડર
  4. સાકર (ઓપ્શનલ) (મેં નથી નાાંખી)
  5. બદામ -પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    દૂધ ને ઉકાળવા મૂકવું. દૂધ માં ઉભરો આવે એટલે અંદર પેંડા ઉમેરવા. ઉકળતા દૂધ માં પેંડા એની મેળે જ ઓગળી જશે.

  2. 2

    જેમ જેમ દૂધ ઉકળશે ઍમ બાસુંદી નો કલર પકડશે. બાસુંદી ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરવો.બાસુંદી થોડી ઠંડી થાય એટલે ફ્રિજ માં ચીલ્ડ કરવા મુકવી.

  3. 3

    માણો ઠંડી ઠંડી બાસુંદી, જે કલર અને દેખાવ માં બાહર જેવી જ લાગે છે.આ બાસુંદી બહુજ સ્વાદિષ્ટ બને છે.ઘરના બધા ને બહુજ પસંદ પડશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes