ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)

ટ્રેં ડિંગ વાનગી
પોસ્ટ -1
આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે...
ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)
ટ્રેં ડિંગ વાનગી
પોસ્ટ -1
આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક જાડા તળિયા વાળા પોટ માં અથવા નોનસ્ટિક પેનમાં બે ચમચી ઘી સ્પ્રેડ કરી લો એટલે દૂધ તળિયે ચોંટે નહીં...પછી દૂધ ઉમેરી ગેસ પર ગરમ કરવા મુકો....ગરમ થવા આવે એટલે ડ્રાયફ્રુટ પાઉડર ઉમેરી હલાવો આમાં મેં કાજુ, બદામ અને અખરોટ ને ક્રશ કરીને લીધા છે અને તેને લીધે દૂધપાક ઘટ્ટ થશે...
- 2
હવે દૂધને એક ઉભરો આવે અને ઉકળવા લાગે પછી પલાળેલા ચોખા સહેજ ઘી વાળા કરીને ઉમેરો તેમજ 10 મિનિટ પછી ખાંડ ઉમેરો.....તળિયે ચોંટે નહિ એ રીતે તવેથા વડે હલાવતા રહો....ધીમે ધીમેદુધ ઘટ્ટ થઈ જશે....
- 3
દૂધ ઉકળી ને હવે ઘટ્ટ થઈ ગયું છે કેમ કે આપણે ફૂલ ફેટ નું દૂધ લીધું છે અને ડ્રાયફ્રુટ પાઉડર ને લીધે પણ ઘટ્ટ થઈ જશે ચોખા પણ ચડી ગયા હશે તે ચેક કરી લો...આંગળી થી દબાવી જોવાથી ખબર પડી જશે.....હવે દૂધ તૈયાર થઈ ગયું છે તેને બીજા પેન માં ટ્રાન્સફર કરી લો અને તેમાં ઈલાયચી તેમ જ જાયફળ ઉમેરી દો......દૂધ સહેજ ઠરે ત્યાં સુધી બદામ અને પિસ્તાને ડ્રાય રોસ્ટ કરી લો અને તેની સ્લાઈસ કરી લો....કેસર ને એક વાટકીમાં 2 ચમચી ગરમ દૂધમાં ઓગાળી દુધપાકમાં ઉમેરી દો...
- 4
હવે કેસર ઉમેર્યા પછી ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરો...બદામ અને પિસ્તાની સ્લાઈસ થી સજાવો...ચારોળી ઉમેરો પછી સરખી રીતે મિક્સ કરી લો....સર્વિંગ બાઉલ માં કાઢી લો....હવે ગરમ અથવા ઠંડો કરીને આપણો ડ્રાયફ્રૂટ દૂધપાક સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
દૂધપાક ગુજરાત રાજ્યની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બંને દૂધ અને ચોખા માંથી બનાવામાં આવતી મીઠાઈ છે પરંતુ દૂધપાકમાં ચોખા ઓછા ઉમેરવામાં આવે છે અને દૂધને વધારે બાળવામાં આવે છે જેથી કરીને એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. દૂધપાકમાં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ દૂધપાકમાં ઉમેરવામાં આવતી ચારોળીના લીધે દૂધપાક ખાવાની મજા વધી જાય છે. દૂધપાક વાર-તહેવારે, સારા પ્રસંગોએ કે પૂજા વગેરે માં બનાવામાં આવતી મીઠાઈ છે જે સામાન્ય રીતે પૂરી ની સાથે પીરસવામાં આવે છે, પરંતુ દૂધપાક ને ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
ફ્રુટ સલાડ(Fruit salad recipe in Gujarati)
#GA4 #Week8#milkPost - 13 ફ્રુટ સલાડ એવી રેસીપી છે કે જે બાળકો અને વડીલો ને ભાવતી અને લોકપ્રિય છે...દૂધ...ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટ થી તેમજ કેસર ઈલાયચી ની ફ્લેવર થી રીચ લૂક અને સ્વાદ આપે છે....ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે...તેમજ one pot meal તરીકે ચાલી જાય છે....આમ તો ગરમાગરમ પૂરી સાથે પીરસાય છે... Sudha Banjara Vasani -
-
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrઆપણા ગુજરાતી ઘરો માં બનતી અને બધા ની પસંદગી ની અને જૂની અને જાણીતી એવી દૂધ પાક ની રેસિપી અહીં લાવી છુ Dipal Parmar -
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
-
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
પિતૃપક્ષમાં દરેકના ઘરે દૂધપાક થતો જ હોય છે. આપણા ત્યાં પિતૃપક્ષમાં દૂધપાક ખાવાથી આપણી પ્રકૃતિને નડતો નથી. દૂધ અને ખાંડ એ આ દિવસોમાં પિત્ત થવા દેતું નથી. Priyanka Chirayu Oza -
-
કેસર ડ્રાયફ્રુટ નો દૂધપાક (Kesar Dryfruit Doodhpaak Recipe In Gujarati)
#mrમિલ્ક રેસિપી ચે લેન્જ Bina Talati -
મિલ્ક ફ્રૂટ સલાડ (Milk Fruit Salad Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ એક પારંપરિક વાનગી છે જે ભોજન માં પૂરી સાથે પીરસાય છે...મલાઈદાર દૂધમાં સિઝન ના ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટસ તેમજ કેસર ઈલાયચી ઉમેરીને આ વાનગીને રીચ અને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે...પ્રસંગો માં ખાસ બને છે અને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
શ્નાદધ મહિના માં બધાં ઘરે દૂધપાક બને એટલે આ વાનગી બધાં ને મદદરૂપ થાય એટલે મુકી , અને આ મહિના મ દૂધપાક ખાવા થી શરીર માંથી પિત્ત દૂર થાય છે#સપ્ટેમ્બર Ami Master -
દૂધપાક (DudhPak Recipe In Gujarati)
#GA4#Week8#Milkદૂધપાક મોટેભાગે શ્રાધ્ધ પક્ષ માં બનાવાય છે. અમારા ઘરે દિવાળી માં કાળીચૌદસ ના દિવસે પણ દૂધપાક અને વડા પૂરી બનાવવામાં આવે છે. Panky Desai -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાકએ દૂધ માં થી બનતી મીઠી વાનગી છે જેને તહેવાર માં બધા ની ઘેર બનાવતા હોય છે પણ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે મન થાય એટલે બની જાય એટલે આજે એની રેસિપી શેર કરું છું Jinkal Sinha -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
#સાતમસાતમ માં બપોરે જમવામાં પૂરી સાથે દુધપાક હોય તો મજાજ આવી જાય ને...આ દુધપાક કોઈ પણ જાતના પાઉડર, માવા કે પેંડા ઉમેર્યા વિના પ્યોર દૂધ ઉકાળીને બનાવ્યો છે... Avanee Mashru -
વેર્મિસેલી ફાલુદા દૂધપાક(Vermeceli Falooda Dudhpak recipe in Gujarati(
ટ્રેં ડિંગ રેસીપીપોસ્ટ -3 આ એક જુદાજ પ્રકારનો દૂધપાક છે જેમાં શીતળતા(ઠંડક) પ્રદાન કરે તેવા દ્રવ્ય નો ઉપયોગ કરાયો છે....તકમરિયા(faluda) એ અતિ શીતળ ઘટક છે...પિત્ત અને એસીડીટી નું શમન કરે છે અને કંઈક જુદો સ્વાદ અને લૂક હોય તો બાળકો પણ ખાવા માટે લલચાય છે...વેનીલા કસ્ટર્ડ પાઉડર ને લીધે આઈસ્ક્રીમ જેવી સુગંધ આવે છે.... Sudha Banjara Vasani -
-
કેસર દૂધપાક (Kesar Dudh Paak Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કેસર_દૂધ_પાક ( Kesar Dudh Paak Recipe in Gujarati ) દૂધ પાક ગુજરાતી ટ્રેડિસનલ ડેઝર્ટ છે. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાત માં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે.દૂધ પાક માં મુખ્યત્વે દૂધ ચોખા ખાંડ કેસર એન્ડ સૂકા મેવા જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત આમાં ચારોળી એન્ડ ઈલાયચી પાઉડર પણ ઉમેરવા માં આવે છે. આ કેસર દૂધ પાક ખાવા ની અસલી મજા પૂરી સાથે આવે છે. મહેમાન આવે ત્યારે મોટાભાગ ના લોકો ના ઘરે સ્વીટ માં કોઈ ડીશ બનતી હોય છે તો તે છે દૂધ પાક. Daxa Parmar -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
દૂધપાક -પુરી નું જમણ સૌથી શાહી અથવા રજવાડી જમણ કહેવાય છે. તહેવાર હોય કે પ્રસંગ હોય. દૂધપાક વાનગીઓનો રાજા કહી શકાય. દૂધપાક આપણે રૂટિનમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ સ્પેશ્યલ શ્રાધ્ધમાં તો ઘરે-ઘરે બનતો હોય છે. ભાદરવો મહિનો એટલે વર્ષાઋતુનો અંત અને શરદઋતુના પ્રારંભનો સમય. અહીં દિવસે ખૂબ ગરમી લાગે અને રાત્રે ઠંડક થઈ જાય. એથી, માંદગી આવવાની શક્યતા વધી જાય. શરદી-કફ અને તાવની ફરિયાદ અનુભવાય. આવા સંજોગોમાં આયુર્વેદ મુજબ ગરમ દૂધ અને ચોખાનું મિશ્રણ કફ નાશક સાબિત થતું હોઈ, ભાદરવાના આ ૧૬ દિવસ કે જ્યાં વાતાવરણના તાપમાનમાં વિષમતાને લીધે ઉત્પન્ન થતા રોગોના શમનમાં દૂધપાક મદદરૂપ સાબિત થાય છે.#mr#doodhpak#દૂધપાક#traditionalrecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
આ દૂધપાક કરતી વખતે તેમાં લવિંગ ઉમેરવાથી દૂધપાક દૂધ નો બદામી કલર આવે છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. માલપુઆ સાથે ખુબ જ સરસ લાગે છે. Ila Naik -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#AM2કેલ્શિયમથી ભરપૂર દૂધ સાથે ડ્રાયફ્રુટ દૂધપાક નું મુખ્ય આકર્ષણ છે... Ranjan Kacha -
-
કેસર દૂધપાક (kesar Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેન્ડિંગવાનગી#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#trending#સાઈડ ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે। ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે। એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે। મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે। હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
More Recipes
ટિપ્પણીઓ