ચોકલેટ-બિસ્કીટ લાડુ (Chocolate - biscuit ladu recipe in Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#GC

ફ્રેન્ડ્સ આજે ગણપતિ બાપા ને ધરાવવા માટે અને બાળકો પણ ખુશ થાય તે માટે મેં ચોકલેટ-બિસ્કીટ ના લાડુ બનાવ્યાં છે.જે ફટાફટ બની જાય છે .વળી આ લાડુ ફાયર લેસ હોવાથી બાળકો પણ બનાવી શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 2 પેકેટમીઠા બિસ્કિટ (કોઈ પણ)
  2. 2 ચમચીકોકો પાઉડર
  3. 2 ચમચીકોપરાનું ખમણ
  4. 2-3 ચમચીમિલ્ક પાઉડર
  5. 2 ચમચીદરેલી ખાંડ
  6. 3-4 ચમચીચોકલેટ સીરપ
  7. 1-2 ચમચીદૂધ
  8. જરૂર મુજબગાર્નિસીંગ માટે કાજુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બિસ્કિટ ના ટુકડા કરી મિક્સર જાર માં તેનો પાઉડર બનાવી લો.

  2. 2

    હવે તેને એક બાઉલમાં લઈ તેમાં દરેલી ખાંડ,કોકો પાઉડર,કોપરા નું ખમણ,મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લો.

  3. 3

    પછી તેમાં ચોકલેટ સીરપ અને જરૂર મુજબ દૂધ નાખી મિક્સ કરી લાડુ વાળી લો.

  4. 4

    તેને કાજુ થઈ ગાર્નિશ કરી લો

  5. 5

    આપણા લાડુ ધરવા માટે તૈયાર છે.આ લાડુ બાળકો પણ બનાવી શકે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes