ઓરીઓ ચોકલેટ આઈસ્ક્રીમ (Oreo Chocolate Icecream Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#AsahiKaseiIndia
#Cookpadindia
#Cookpadgujrati
ઓરીઓ બિસ્કીટ તો દરેક બાળકો ને પસંદ હોય જ છે.મે અહી ઓરી ઓ બિસ્કીટ ની સાથે ચોકલેટ નો ઉપયોગ કરી આઈસ્ક્રીમ બનાવી છે.ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.બાળકો ની birthday party માટે બેસ્ટ ડે સર્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 થી 3 વ્યક્તિ
  1. 500મિલી દૂધ
  2. 1/4 કપખાંડ
  3. 1/4 કપમલાઈ
  4. 50 ગ્રામમિલ્ક પાઉડર
  5. 1/4 કપછીણેલી ચોકલેટ
  6. 6-7ઓરીઓ બિસ્કિટ (ચોકલેટ)
  7. ચોકલેટ સોસ garnishing માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ માં એક ઉભરો આવે એટલે તેમાં ખાંડ નાખી દૂધ 1/2 થયા ત્યાં સુધી ઉકાળો.હવે આ ઘાટું થયેલ દૂધ ને ઠંડુ થવા દો.દૂધ ઠંડુ થાય એટલે તેમાં છીણેલી ચોકલેટ,ઓરિઓ બિસ્કીટ નાખી ક્રશ કરી લો.હવે તેમાં મલાઈ નાખી ક્રશ કરી લો.છેલ્લે તેમાં મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું મિલ્ક પાઉડર નાખ્યા પ છી ક્રશ નઈકરવાનું.તૈયાર લીકવિડ ને કુલ્ફી ના mold ma અને કપ માં ભરી ને ફ્રીઝર માં 10 થી 12 કલાક સેટ કરો.

  2. 2

    તૈયાર થયેલ આઈસ્ક્રીમ ને ચોકલેટ સોસ અને ઓરીઓ બિસ્કીટ થી ગાર્નિશ કરી સર્વ કરો.

  3. 3

    ઠંડી ઠંડી ઓરિયો ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

Similar Recipes