બેસન મોદક(besan modak recipe in gujarati)

Shraddha Parekh
Shraddha Parekh @cook_25910173

#Gc

બેસન મોદક(besan modak recipe in gujarati)

#Gc

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૬-૮ મોદક મધ્યમ સાઈઝ ના
  1. 1 કપબેસન
  2. 1/4 કપઘી
  3. 1/4 કપદળેલી ખાંડ
  4. 1/4. કપ છીણેલું નારિયેળ
  5. ડ્રાયફ્રુટ ઈચ્છા મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગેસ પર એક પેન મૂકો ત્યારબાદ તેમાં ઘી નાખો. ને પહેલા ચાળી લો.ઘી ઓગળે એટલે એમાં બેસન નાખી દો.

  2. 2

    ઘી અને બેસન ને બરાબર મિક્સ કરી લો. ગેસની આંચ ને તમારે ધીમી જ રાખવાની છે. ધીમી આંચ પર બેસનને ચમચાથી પ્રેસ કરતા રહો અને સતત હલાવતા રહો બરાબર શેકાઈ જાય. 1 કપ બેસન અને શેકતા 15 મિનિટ જેટલો સમય થાય છે. 15 મિનિટની અંદર ડિઝાઇનનો કલર થોડું બદલાઈ જાય શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને પેનમાંથી બેસનની કાઢી લો જેથી ઝડપથી ઠંડુ થઈ જાય.

  3. 3

    એક બેસનમાં મને ¼ કપ ઘી લાગ્યું છે તમને ઘી કેટલું જોઈએ છે એ તમારી બેસન ની ક્વોલિટી ઉપર આધાર રાખે છે તમને કદાચ ઓછો કે તો આનાથી વધારે પણ લાગી ઘી શકે છે.

  4. 4

    ત્યારબાદ ઠંડુ થઈ જાય પછી અંદર તમારે દળેલી ખાંડ નાખવાની છે અને હાથ વડે બેસન અને ખાંડને બરાબર સારી રીતે મિક્સ કરી લેવું. અહીં તમારે એટલું ધ્યાન રાખવું કે બેસન નું મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ તમારે અંદર દળેલી ખાંડ મિકસ કરવી.

  5. 5

    બરાબર ખાંડ અને બેસન મિક્સ થઇ ગયા બાદ મોદક નુ મોલ્ડ લઈ લો અને તેમાં બેસન નું મિશ્રણ બરાબર દબાવી ને ભરી લો અને મોલ્ડને ખોલી લો એટલે તમારો મોદક તૈયાર છે.

  6. 6

    તમારી પાસે મોલ્ડ ના હોય તો હાથો ની મદદથી મોદક જેવો શેપ બનાવી લો ત્યારબાદ કાંટા વાળી ચમચીની મદદથી લાઇનિંગ બનાવી દો. તો પણ તમારો મોદક દેખાવમાં ખુબ જ સરસ લાગશે અને મોદક તૈયાર થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Parekh
Shraddha Parekh @cook_25910173
પર

ટિપ્પણીઓ

Similar Recipes