મોદક(મહારાષ્ટ્ર સ્ટાઇલ ઉકડી છે મોદક) (Modak Recipe In Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ

#GC

મોદક(મહારાષ્ટ્ર સ્ટાઇલ ઉકડી છે મોદક) (Modak Recipe In Gujarati)

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ મોટો વાટકો મોદક નો લોટ (અથવા ચોખા નો લોટ)
  2. ૧ મોટો વાટકો પાણી
  3. ૧ ચમચીઇલાયચી નો પાઉડર
  4. જરૂર મુજબગોળ
  5. ૧ વાટકોછીણેલું કોપરું
  6. ૧ ચમચીધી
  7. ૨ ચમચીખસખસ
  8. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધવા માટે એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું એમાં એક ચપટી મીઠું નાખવું.

  2. 2

    હવે પાણી ને બરાબર ગરમ થવા દેવું પાણી ઉકળવા લાગે પછી પાણી માં લોટ નાખવો અને ફટાફટ મીક્ષ કરી લેવું.

  3. 3

    બઘુ મીક્ષ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવો હવે લોટ ને એક મોટી ડિશમાં કાઢી લેવો અને લોટ સરખી રીતે મસળી ને બાંધી લો

  4. 4

    હવે માવો બનાવવા માટે એક તપેલીમાં એક ચમચી ચોખ્ખું ઘી નાખો ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ખસ ખસ નાખવા અને હવે છીણેલું નારીયલ નાખવું હવે જીણો કાપેલો ગોળ નાખી દેવો.

  5. 5

    હવે આ બધી વસ્તુ ને બરાબર હલાવીને એમાં એક ચમચી ઇલાયચી નો પાઉડર નાખવો હવે બધું બરાબર મિક્સ કરી લેવું જ્યાં સુધી ગોળ પીગળે ત્યાં સુધી ફાસ ગેસ ઉપર હલાવતા રહેવું.

  6. 6

    ત્યારબાદ માવાને ગેસ પરથી ઉતારી લેવું. માવો ઠંડો થઈ જાય ત્યારબાદ મોદક બનાવવા.

  7. 7

    મોદક બનાવવા માટે લોટનો એક નાનો લૂઓ લઇને પાતળી પૂરી જેવો આકાર કરી લેવો હવે એમાં બનાવેલા માવો એક ચમચી જેટલો મૂકવો.

  8. 8

    હવે એને મોદક જેવો આકાર આપી દો. આ રીતે બધા મોદક બનાવી લેવા ‌ હવે બધા મોદક બની જાય ત્યારબાદ મોદક ને સ્ટીમ કરવા મૂકવા ૧૦ મિનિટમાં મોદક તૈયાર થઈ જશે.

  9. 9

    હવે આપણા મોદક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_25769068
પર
મુંબઈ

Similar Recipes