ફ્રુટ સલાડ(Fruit Salad Recipe In Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ

#નોર્થ ,#વીકેન્ડ, # સાઈડ

ફ્રુટ સલાડ(Fruit Salad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#નોર્થ ,#વીકેન્ડ, # સાઈડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧.૫ લીટર દૂધ
  2. ૨ ચમચીવેનીલા ફ્લેવર કસ્ટર્ડ પાઉડર
  3. ૧ નંગસફરજન
  4. ૨ નંગકેળા
  5. ૧ નંગદાડમ
  6. ૩-૪ નંગ બદામ
  7. ૩-૪ નંગ કાજુ
  8. ૧/૨ ચમચીઇલાયચી નો પાઉડર
  9. ૧-૩ નંગ દ્રાક્ષ
  10. ૧ નંગચીકૂ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ અડધો લીટર દૂધ ને ગરમ થવા મુકીશું હવે દૂધ થોડું ગરમ થાય એટલે એમાંથી ત્રણ ચમચી જેટલું દૂધ એક વાટકી મા કાઢી લઈશું.

  2. 2

    હવે વાટકીમાં ઉકાળેલું દૂધ માં કસ્ટર પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લઈશું કંઈક થઈ જાય ત્યારબાદ તપેલીમાં કસ્ટડ વાળું દૂધ નાખી દઈશું.

  3. 3

    હવે દૂધને ઉકળવા દઈશું દૂધ ઊકળે એટલે બીજી બાજુ આપણે બધા ફ્રુટ ના નાના નાના પીસ કરી લઈશું

  4. 4

    હવે દૂધને હલાવતા જઈશું જેમ જેમ દૂધ ઉકળવા લાગશે તેમ દુઘ જાડું થાશે. દૂધમાં ઉભરો આવે ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.

  5. 5

    હવે એને દૂધની એકદમ ઠંડુ કરી લેવું. દૂધ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેના બધા ફ્રુટ નાખી દઈશું અને એલચીનો પાઉડર નાખી દઇશુ અને હવે બધું બરાબર મિક્સ કરી લઈશું.

  6. 6

    હવે આને ફ્રીઝ માં ઠંડુ થવા માટે એક કલાક માટે મૂકી દઈશું.

  7. 7

    હવે એક કલાક બાદ આપણુ ફ્રુટ સલાડ રેડી છે હવે એને કાચના બાઉલમાં અથવા તો કાચના ગ્લાસમાં લઈ લઈશું.

  8. 8

    હવે ઉપરથી કાજુ-બદામ નાખીને ગાર્નીશિંગ કરીશું તૈયાર છે આપણે ઠંડુ ઠંડુ ફ્રુટ સલાડ છોકરાઓને તો ખૂબ જ ભાવે અને ગરમીમાં પણ ખાવાની મજા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_25769068
પર
મુંબઈ

Similar Recipes