ચીઝી પાલક છોલે ટીકી(Cheese Palak Chole Tikki Recipe In Gujarati)

Piyu Bagthariya
Piyu Bagthariya @cook_23728990

#SB

ચીઝી પાલક છોલે ટીકી(Cheese Palak Chole Tikki Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#SB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો માટે
  1. 1 જૂડીપાલક ની ભાજી
  2. 1 કપબાફેલા કાબુલી ચણા
  3. 1 કપબ્રેડ ક્રમ્સ
  4. 100 ગ્રામચીઝ ના પીસ
  5. 3 નંગલીલા મરચા
  6. 4-5 કળીલસણ
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1/2 ચમચીચાટ મસાલો
  9. 1/2 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાબુલી ચણાને આઠ થી નવ કલાક પલાળીને ત્યારબાદ મીઠું નાખી બાફી લો.

  2. 2

    પાલકને ગરમ પાણીમાં પાંચ મિનિટ ઉકાળી લેવી. ત્યારબાદ તેમાં ઠંડું પાણી નાખી પાણી બધું નીચોવી લેવું.

  3. 3

    ત્યારબાદ તેમા લીલા મરચાના ટુકડા, લસણની કળી ના ટુકડા નાખી ક્રશ કરી લો.

  4. 4

    ત્યારબાદ તેમાં બાફેલા ચણા, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો નાખી ફરીથી ક્રસ કરી લો.

  5. 5

    ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો. પછી જોઈતા પ્રમાણમાં તેમા બ્રેડ ક્રમ્સ ઉમેરો. તેને બરાબર મિક્સ કરો.

  6. 6

    ત્યારબાદ હાથમાં તેલ લગાવી તે મિશ્રણ હાથમાં લઇ તેની ટીકી વાળી તેમા ચીઝનું પીસ વચ્ચે મૂકી ટીકી નો આકાર આપો.

  7. 7

    પછી એક પેન માં થોડું તેલ મૂકી બંને બાજુ સેલો ફ્રાય કરી લો.

  8. 8

    તેને રેડ ચીલી સોસ સાથે સર્વ કરો. તૈયાર છે આપણી ચીઝી પાલક છોલે ટીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Piyu Bagthariya
Piyu Bagthariya @cook_23728990
પર

Similar Recipes