હાંડવો

Ila Naik
Ila Naik @cook_20451370

#ફટાફટ આ હાંડવો પેનમાં ખુબ જ સરસ કિસ્પી થાય છે.અને જલદીથી થઇ જાય છે.

હાંડવો

#ફટાફટ આ હાંડવો પેનમાં ખુબ જ સરસ કિસ્પી થાય છે.અને જલદીથી થઇ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા
  2. 4 ચમચીચણા ની દાળ
  3. 4 ચમચીઅડદ ની દાળ
  4. 4 ચમચીમગ ની દાળ
  5. 1 કપછીણેલી દૂધી
  6. 1/2 કપછીણેલુ ગાજર
  7. 2-3લીલા મરચાં ઝીણા સમારેલા
  8. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચીહળદર
  10. 1/2 ચમચીઆદુ ની પેસ્ટ
  11. 1/2 કપદહીં
  12. 1/4 ચમચીલીંબુનો રસ
  13. 1/2 ચમચીઈનો
  14. મીઠું સ્વાદ મુજબ
  15. 1 ટેબલ સ્પૂનકોથમીર
  16. વઘાર માટે
  17. 4 ટેબલ સ્પૂનતેલ
  18. 1 ચમચીરાઈ
  19. 1 ચમચીજીરું
  20. 1 ચમચીતલ
  21. 7-8મીઠા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા અને અડદની દાળ, ચણાની દાળ અને મગ ની દાળ ધોઈ ને અલગ અલગ બાઉલમાં ચાર થી પાંચ કલાક માટે પલાળી ને રાખવી. પછી તેમાં થી પાણી કાઢી મિકસર જારમા બધું સાથે જ થોડું દરદરુ પીસી લેવું.

  2. 2

    ત્યારબાદ પીસાય જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવું. હવે તેમાં છીણેલી દૂધી, છીણેલુ ગાજર, સમારેલા લીલા મરચાં, લાલ મરચું પાઉડર, હળદર, આદુ ની પેસ્ટ, દહીં, લીંબુ નો રસ અને મીઠું નાખી મીક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ ગેસ પર પેન ગરમ કરવા મુકવું. હવે એક વઘારીયા માં તેલ મુકી એમાં રાઈ, જીરું, તલ અને મીઠા લીમડાનાં પાન ઉમેરી ખીરામા થોડો વઘાર કરવુ.અને પછી ગરમ પેનમાં વઘાર ઉમેરી તેમાં ઈનો નાંખી મિક્સ કરેલું ખીરું પાથરી ઢાંકણ ઢાંકી થવા દેવું. ગેસ ની ફલેમ ધીમી રાખવી.

  4. 4

    ત્યારબાદ એકબાજુ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લેવું. અને દસ મિનિટ સુધી થવા દેવું. આ હાંડવો ખુબ જ સરસ ટેસ્ટી અને કિસ્પી લાગે છે. હાંડવા કોઈપણ ચટણી સાથે સવ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes