છોલે ભટુરે(chole bhutre recipe in gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

#sb

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૫ ચમચીતેલ
  3. ૧/૪બેકિંગ પાઉડર
  4. ૧/૪બેકિંગ સોડા
  5. ૨ ચમચી દહીં
  6. જરૂર મુજબ નમક
  7. ૨૫૦ ગ્રામ કાબુલી ચણા
  8. 3ડુંગળી ઝીણી સમારેલી
  9. ટામેટાં ઝીણા સમારેલા ચાર નંગ બદામ
  10. 1 ચમચીલસણની પેસ્ટ
  11. ૩ નંગકાજુ
  12. ૪ નંગબદામ
  13. ૨ ચમચીમગજતરીના બી
  14. ૨ ચમચીમલાઈ
  15. ૩ ચમચીછોલે મસાલો
  16. ૧ ચમચીહળદર
  17. ૩ ચમચીમરચાનો પાઉડર
  18. જરૂર મુજબ નમક

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેદાનો લોટ લઇ તેમાં તેલ, નમક, બેકિંગ પાઉડર,૨ ચમચી દહીંનાખી.તેને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ લોટ તૈયાર કરી લો.

  2. 2

    છોલે ને ચાર કલાક પલાળ્યા બાદ નમક અને એક ચમચી તેલ નાખીને બાફી લો. પછી કડાઈમાં તેલ લઇ તેમાં લસણ નાખી લસણ ડુંગળી અને ટમેટામાં બે મરચા અને કોથમીર નાખીને પીસી લો. ડુંગળી થયા બાદ આ તૈયાર કરેલી પેસ્ટ ને તેમાં ઉમેરો. પછી તેમાં બે ચમચી મલાઈ અને મગતરીના બી કાજુ બદામની પેસ્ટ ઉમેરવાની છે. થોડીવાર થયા બાદ તેમાં ૨ કપ પાણી ઉમેરો. દસ મિનિટ થાય પછી તેમાં હળદર લાલ મરચાનો ભૂકો થોડું ધાણાજીરુ અને છોલે મસાલો ઉમેરી અને થોડીવાર થવા દો.

  3. 3

    હવે તેમાં છોલે નાખી ધીમા તાપ પર ૧૦ મિનિટ થવા દો. તેમાં કોથમરી નાખી તૈયાર કરી લો.

  4. 4

    હવે ભટુરા ઓવલ આકાર આપી વણી લો.

  5. 5

    તૈયાર છે છોલે ભટુરે જે તમે સલાડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes