કેસર કોપરા પાક (Kesar Kopra Paak Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#EB
#week16
#childhood
#ff3
#શ્રાવણ
#janmashtamispecial

શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. આ મહિના મા મોટામાં મોટો તહેવાર જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. જે જન્માષ્ટમી પર ભગવાનને અર્પિત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કેસર કોપરા પાક કોકનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે કોપરા પાક (kopra Pak) એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો. તથા શુભ પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક (kopra Pak) ચઢાવવામાં આવે છે. કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી થોડી જ મિનિટમાં તૈયાર થઈ શકે છે. આ કોપરા પાક ઘણી બધી રીતથી બનતો હોય છે. ખાંડ ની ચાસણીમાં, કોઈ માવો ઉમેરીને કે લીલા નારિયેળ થી પણ કોપરા પાક બનતો હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર ઇન્સ્ટન્ટ કેસર કોપરા પાક બનાવ્યો છે.
કોપરા પાક તો મારા નાનપણ થી જ અતિ પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવામા પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. આજે આ જન્માષ્ટમી નિમિત્તે પ્રસાદ માં ધરાવવા માટે કેસર કોપરા પાક બનાવ્યો છે. આ કોપરા પાક ને બહાર જ 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી સકાય છે અને ફ્રીઝ મા 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી સકાય છે.

Happy Janmashtami to all of you Friends...👍🏻👍🏻🤗🤗🙏🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
500 ગ્રામ
  1. 1/2કપ ખાંડ
  2. 1/2કપ ફૂલ ફેટ દૂધ
  3. 2કપ ડેસિકેટેડ કોકોનટ પાવડર
  4. 1/2 tspઈલાયચી પાઉડર
  5. 3 tbspકેસર વાળું દૂધ (3 tbsp દૂધ + 10 થી 12 નંગ કેસર ના તાર)
  6. 1 tbspઘી
  7. 👉 અન્ય સામગ્રી:--
  8. ઘી, પીસ્તા અને બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ખાંડ ઉમેરી તેમાં દૂધ ઉમેરી સ્લો થી મીડિયમ ગેસ ની આંચ પર સતત હલાવતા જઈ ખાંડ ને 7 થી 8 મિનિટ માટે મેલ્ટ કરી દો અને દૂધ ને બે થી ત્રણ ઉભરો આવવા દો.

  2. 2

    હવે આમાં ડેસિકેટેડ કોકોનટ પાવડર ઉમેરી મિક્સ કરી તેમાં ઈલાયચી પાઉડર અને 25 મિનિટ માટે દૂધ મા પલાળેલું કેસર ઉમેરી બરાબર મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે કોકોનટ પાવડર ને શેકી લો.

  3. 3

    હવે એમાં ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણ પેન છોડવા માંડે એટલે ગેસ ની આંચ બંધ કરી લો.

  4. 4

    હવે એક ચોરસ કેક ટીન ને ઘી થી ગ્રીસ કરી તેમાં બટર પેપર લગાવી આ બટર પેપર ને પણ ઘી થી ગ્રીસ કરી તેમાં કોપરા પાક એકસરખો સ્પ્રેડ કરી દો ને ઉપરથી વાટકી ની મદદ થી બધી બાજુ લેવલ કરી ઉપર ચાંદી નો વરખ લગાવી દો. ત્યારબાદ આ કોપરા પાક ને ફ્રીઝ માં 2 કલાક માટે સેટ થવા મૂકી દો. ત્યારબાદ મનપસંદ શેપ માં પિસ કટ કરી લો.

  5. 5

    હવે આપણો કેસર કોપરા પાક તૈયાર છે સર્વ કરવા માટે. આ કોપરા પાક પર બદામ અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો. આ કોપરા પાક મેં શ્રી કૃષ્ણ ભગવાન માટે જન્માષ્ટમી નિમિતે પ્રસાદ માં ભોગ ધરાવવા માટે બનાવ્યો હતો.
    ||જય શ્રી કૃષ્ણ શરણં મમ ||

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Similar Recipes