સુખડી (Sukhadi Recipe In Gujarati)

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556

સુખડી (Sukhadi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિટ
પાંચથી છ વ્યક્તિ
  1. 1 મોટો વાટકો ઘઉંનો જાડો લોટ
  2. 1 વાટકીઘી
  3. 1 વાટકીગોળ
  4. 100 ગ્રામ કોપરાનું છીણ
  5. 3 ચમચી તળેલો ગુંદ
  6. 2 ચમચીસૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના જાડા લોટને ચાળી લેવો ત્યારબાદ એક કડાઈમાં ઘી લઈ ગરમ કરવા મૂકવું ગરમ થઇ ગયા બાદ તેમાં બે ચમચી ગુંદ તળી લેવો

  2. 2

    ત્યારબાદ આ ગરમ ઘીમાં જ જાડો લોટ લઇ શેકવો ફરી પાછું થોડું ઘી ઉમેરી આછો બદામી રંગનો થાય ત્યાં સુધી ઘઉંના જાડા લોટ ને સેકી લેવો

  3. 3

    ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી સરખી રીતે મિક્ષ કરી લેવું અને તેની ઉપર તળેલો ગુંદર અને કોપરાનું છીણ તેમજ સુઠ પાઉડર ઉમેરી ફરી પાછું સારી રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ આ મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં ઢાળી દેવું અને તેની ઉપર ફરી પાછું થોડું કોપરાનું છીણ છાંટી થોડીવાર ઠંડુ થવા દેવું

  4. 4

    હવે થોડું ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં ચપ્પા ની મદદથી આડા અને ઉભા કાપા મારી સુંદર મજાની સુખડી તૈયાર કરવી

  5. 5

    લો તૈયાર છે આપણી મીઠી મધુરી સુખડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
પર

Similar Recipes