સુખડી (Sukhdi Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

જૂની રેસિપી પણ ખૂબ હેલ્ધી મોમાં પાણી આવી જાય

સુખડી (Sukhdi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

જૂની રેસિપી પણ ખૂબ હેલ્ધી મોમાં પાણી આવી જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકો ઘઉંનો જાડો લોટ
  2. ૧/૨ વાટકો ઘી
  3. ૧/૨ વાટકો ગોળ
  4. ૪/૫ બદામ
  5. ૪/૫ કાજુ
  6. ૧ ચમચીટોપરાનું છીણ
  7. ૨ ચમચીગુંદ
  8. ૧/૨સુઠ પાઉડર
  9. ૧/૨ગંઠોડા પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા જાડો લોટ ચાળી લેવો. એક કડાઈમાં ઘી ગરમ મૂકવું

  2. 2

    ઘી ગરમ થઇ જાય એટલે તેમાં લોટ ઉમેરી ધીમા તાપે બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો.

  3. 3

    લોટ શેકાય જાય એટલે તેમાં ગૂંદ ઉમેરી ને હલાવવું જેથી ગુંદ પણ ફુટી જશે.

  4. 4

    હવે ઠંડુ થવા દેવું થોડું ગરમ હોય ત્યારે તેમાં ગોળ ઉમેરી અને ખૂબ જ હલાવવું અને બધા મસાલા ઉમેરી દેવા.

  5. 5

    ગોળ ઉમેરસુ એટલે તરત જ કડક થવા લાગે એટલે થાળીમાં પાથરી દેવું ઉપર કાજુ બદામ છાંટે ને બે-પાંચ મિનિટ માં તેના કાપા પાડી લેવા.

  6. 6

    તો તૈયાર છે આપણી સુખડી યાને પાક ખાવાની ખૂબ જ મજા આવે છે અને બાળકોને પણ નાસ્તામાં આ પાક આપવો જોઈએ જેથી તે ગોળ ખાઈ શકે અને લોહીના ટકા પણ વધી શકે

  7. 7

    અમે નાના હતા ત્યારે અમને ગોળ ખવડાવવા માં આવતો જ્યારે ભૂખ લાગે ત્યારે રોટલી માં ગોળ અને ઘી લગાડીને પપૂડું વડી ને આપતા ખરેખર એ મજા ઓર હતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes