સુખડી(Sukhadi Recipe In Gujarati)

Piyu Bagthariya
Piyu Bagthariya @cook_23728990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 લોકો માટે
  1. 1 વાટકો ઘઉંનો ઝીણો લોટ
  2. 1 વાટકો ઘી
  3. 1/2 વાટકો ગોળ
  4. 2 ચમચીગુંદ
  5. 2 ચમચીસૂંઠ પાઉડર
  6. 2 ચમચીકોપરાનું છીણ
  7. 2 ચમચીડ્રાયફ્રુટ પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરોં. તેમાં ગુંદ નાખી તળી લો.

  2. 2

    પછી તે ગરમ ઘી માં લોટ ઉમેરી અને બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લો.

  3. 3

    ત્યારબાદ ગેસ બંધ કરી તેને નીચે ઉતારી તેમાં ગોળ મિક્સ કરો. પછી તેમાં સૂંઠ પાઉડર, તળેલો ગુંદ નાખી પાછો મિક્સ કરો.

  4. 4

    ત્યારબાદ એક થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલું મિશ્રણ તે થાળીમાં પાથરી દો. ત્યારબાદ બદામ અને કોપરાનાં છીણ થી ગાર્નીશ કરો.

  5. 5

    ત્યારબાદ તેના કાપા પાડી લો. અને ઠંડુ થયા બાદ સર્વિંગ પ્લેટમાં કાઢી લો. તૈયાર છે આપણી સુખડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Piyu Bagthariya
Piyu Bagthariya @cook_23728990
પર

Similar Recipes