રસીયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
Mumbai-India

પહેલા ના સમય માં વડીલોને ભાવતી વાનગી છે જે હવે આ ફાસ્ટ ફૂડ ના સમય માં ક્યાંથી પસંદ હોય એટલે મેં આજે આ વાનગી બનાવી છે

રસીયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)

પહેલા ના સમય માં વડીલોને ભાવતી વાનગી છે જે હવે આ ફાસ્ટ ફૂડ ના સમય માં ક્યાંથી પસંદ હોય એટલે મેં આજે આ વાનગી બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
3 સર્વિંગ્સ
  1. બાઉલ રાંધેલા ભાત
  2. ૧/૨કપ ઘઉં નો લોટ
  3. ૨ ચમચીતેલ મોણ માટે
  4. ૧ચમચી મસાલો
  5. ૧/૪ચમચી હળદર
  6. ૧/૪ચમચી સાકર
  7. હીંગ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. કોથમરી બારીક સમારેલી
  10. *** ગ્રેવી બનાવવા માટે***
  11. બાઉલ છાશ
  12. ૧/૨ચમચી ચણા નો લોટ
  13. ૧ચમચી તેલ વઘાર માટે
  14. ૧/૨ચમચી રાઈ, જીરું મિક્સ
  15. ૧ ચમચીમસાલો
  16. ૧/૨ચમચી હળદર
  17. સ્વાદ અનુસારમીઠું
  18. બારીક સમારેલી કોથમીર
  19. લીબડા ના પાન
  20. 2ગ્રીન મરચાં
  21. ૨બાઉલ પાણી

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં તેલ, મસાલો,હળદર, હિંગ,સાકર, સ્વાદ અનુસાર મીઠું, કોથમરી બારીક સમારેલી નાખી મિક્સ કરવું હવે એમાં રાંધેલા ભાત નાખી ધીમી ધીમે-ધીમે મિક્સ કરવું, હવે એના નાના મુઠીયા વાળી લેવા.

  2. 2

    પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું,લીબડા ના પાન મરચાં નાખીને વઘાર કરવો હવે એમાં પાણી નાખી એમાં મસાલો, હળદર,હિંગ,સાકર, સ્વાદ અનુસાર મીઠું નાખી બોઈલ થવા દેવું એકદમ પાણી ઉકળી જાય એટલે તેમાં ધીમે ધીમે મુઠીયા ઉમેરી દેવા મુઠીયા પાણી માં ઉપર આવે એટલે તેમાં છાશ માં ચણાનો લોટ મિક્સ કરી,પેન માં મિક્સ કરવું હવે એને થોડી વાર ઉકાળવું હવે એમાં બારીક સમારેલી કોથમીર નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @doshimayuri
પર
Mumbai-India

Similar Recipes