રસિયા મુઠીયા(Rasiya Muthiya Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#KS6
આ વાનગી મેં લેફ્ટ ઓવર ઘટકો માંથી બનાવી છે પણ આપ સૌ માટે મેં ઘટકો લખ્યા છે જેના વડે આવી જ વાનગી રસિયા મુઠીયા બનાવી શકોછો...આ રેસીપી One-Pot-Meal હોવાથી ડિનરમાં બનાવી શકાય છે....

રસિયા મુઠીયા(Rasiya Muthiya Recipe In Gujarati)

#KS6
આ વાનગી મેં લેફ્ટ ઓવર ઘટકો માંથી બનાવી છે પણ આપ સૌ માટે મેં ઘટકો લખ્યા છે જેના વડે આવી જ વાનગી રસિયા મુઠીયા બનાવી શકોછો...આ રેસીપી One-Pot-Meal હોવાથી ડિનરમાં બનાવી શકાય છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1/2 કપચોખાનો લોટ
  2. 1/2 કપજુવારનો લોટ
  3. 1/2 કપબેસન
  4. 1/2 કપબાજરી/મકાઈનો લોટ
  5. 1/4 કપરાગીનો લોટ
  6. 1/2 કપરાંધેલો ભાત
  7. 1/4 કપદહીં
  8. 1 કપમેથીભાજી/કોથમીર
  9. 7-8ફુદીનાં ના પાન
  10. 3 ચમચીઘીનું કીટુ
  11. 2 ચમચીઆદું ની પેસ્ટ
  12. 1 ચમચીહળદર
  13. 2 ચમચીમરચું પાઉડર
  14. 2 ચમચીધાણાજીરું
  15. 1/2 ચમચીઅજમો
  16. જરૂર મુજબ મીઠું
  17. મુઠીયા વધારવા માટે:-
  18. 3 ચમચીતેલ
  19. 1 ચમચીરાઈ
  20. 1 ચમચીજીરું
  21. 1/4 ચમચીહીંગ
  22. 5 કપપાણી
  23. 2 ચમચીમરચું પાઉડર
  24. 1 ચમચીલસણની પેસ્ટ
  25. 2 કપખાટી છાશ
  26. જરૂર મુજબ મીઠું
  27. સજાવવા:-
  28. લાલ મરચાં- લસણની તરી
  29. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ઉપર દર્શાવેલા બધાજ લોટ લઈ તેમાં મેથીભાજી અથવા કોથમીર..મસાલા વિગેરે ઉમેરો.....

  2. 2

    બધી જ સામગ્રી મિક્સ કરી દો...ભાત અને દહીં પણ ઉમેરો...મુઠીયા ની થોડી કઠણ કનેક બાંધી સાઈડ પર રાખો......

  3. 3

    હવે એક કડાઈમાં વઘારનું તેલ મૂકી રાઈ તેમજ જીરું ઉમેરી ફૂટે એટલે હિંગ, હળદર અને એક ચમચી મરચું પાઉડર ઉમેરી તુરતજ પાણી ઉમેરી દો....વઘાર માટેના દર્શાવેલ મસાલા,મીઠું ઉમેરી ઉકળવા મુકો....

  4. 4

    પાણી ઉકળે ત્યાં સુધી મુઠીયા ના ડૉ માથી નાની સાઈઝ ના મુઠીયા વાળીને તૈયાર કરો...ઉકળતા પાણીમાં ઉમેરી દો....આ રીતે બધાજ મુઠીયા અને દર્શાવેલ બધાજ મસાલા ઉમેરી ઢાંકીને ધીમા ગેસ પર ચડવા દો...વચ્ચે ચેક કરતા રહો....

  5. 5

    હવે આપણા રસિયા મુઠીયા ચડી ગયા છે....એટલે બે કપ જેટલી ખાટી છાશ ઉમેરી ને પાંચ મિનિટ સ્લો ફ્લેમ પર રાખો....

  6. 6

    આપણી વાનગી રસિયા મુઠીયા તૈયાર છે....લસણ- મરચાની તરી (ચીલી ઓઈલ) અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes