પાઉં રગડા રેસીપી (Pau Ragda Recipe In Gujarati)

Dr. Jigna Kariya
Dr. Jigna Kariya @cook_26531395

પાઉં રગડા રેસીપી (Pau Ragda Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
૪ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ વટાણા
  2. ૨૫૦ ગ્રામ બટાકા
  3. ૧૨ નંગ પાઉં
  4. ૪ ચમચીતેલ
  5. ૬ નંગસમારેલી ડુંગળી
  6. ૨ ચમચીઆદુ,લસણ,મરચા ની પેસ્ટ
  7. મસાલા :
  8. ૩ ચમચીમરચું પાઉડર
  9. ૩ ચમચીધાણાજીરું પાઉડર
  10. ૧ ચમચીહરદળ
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. ૨ ચમચીગરમ મસાલો
  13. ૨ ચમચીખાંડ
  14. ૩ ચમચી લીંબુ નો રસ
  15. ૨ ચમચીક્રીમ
  16. ગાર્નિશ માટે:
  17. જરૂર મુજબ ડુંગળી ઝીણી સમારેલી
  18. જરૂર મુજબ દાડમ ના દાણા
  19. જરૂર મુજબ સેવ
  20. જરૂર મુજબ કોથમીર ઝીણી સમારેલી
  21. જરૂર મુજબ ખજૂર આંબલી ની ચટણી
  22. જરૂર મુજબ કોથમીર,લીલા મરચા ની લીલી ચટણી
  23. જરૂર મુજબ લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    આગળ ની તૈયારી:

  2. 2

    વટાણા ૫/૬ કલાક પલાળી રાખવા

  3. 3

    ખજૂર આમલીની ચટણી

  4. 4

    કોથમીર લીલા મરચાં ની લીલી ચટણી

  5. 5

    લસણ ની લાલ ચટણી

  6. 6

    રીત:

  7. 7

    સૌપ્રથમ કુકરમાં વટાણાં અને બટાકા બાફી લો.બીજી બાજુ પાઉં ને બટર મા શેકી લો.

  8. 8

    બફાઈ ગયા બાદ વટાણા બટેકા ને અધકચરા ક્રશ કરી લો.

  9. 9

    એક પેનમાં તેલ લો તેલ થઈ ય ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળો ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરો.

  10. 10

    બધું સરસ થી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં ક્રશ કરેલા વટાણા અને બટેકા નો રગડો ઉમેરો.

  11. 11

    ત્યારબાદ તેમાં બધા જ મસાલા ઉમેરો.જેમકે,લાલ મરચું પાઉડર,ધાણાજીરું,હળદર,મીઠું,ગરમ મસાલો,ખાંડ,લીંબુનો રસ.

  12. 12

    બધા જ મસાલા મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહો.૨/૩ મિનિટ હલાવી બધું એકરસ થઈ જાય એટલે નીચે ઉતારી લો. તો તૈયાર છે રગડો.

  13. 13

    પ્લેટિંગ કરવા માટે:

  14. 14

    પ્લેટ મા પાઉં ના ટુકડા કરો,તેના પર તૈયાર થયેલ રગડો ઉમેરો,ઉપર લાલ,લીલીઅને ખજૂર આંબલી ની ગળી ચટણી, સમારેલી ડુંગળી ભભરાવી ઉપરથી દાડમના દાણા અને કોથમીર થી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dr. Jigna Kariya
Dr. Jigna Kariya @cook_26531395
પર

ટિપ્પણીઓ

Similar Recipes