ખાંડવી(Khandvi Recipe in Gujarati)

milan bhatt
milan bhatt @Bhavna
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નો લોટ
  2. 1/2 કપદહીં
  3. 1 1/4 કપપાણી અથવા છાસ
  4. 1/2 ચમચીહળદળ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. સ્ટફ ખાંડવી માટે
  7. 1ચીઝ ક્યુબ
  8. લાલ મરચા લસણ ની લાલ ચટણી અથવા સેઝવાન ચટણી
  9. વધારે માટે
  10. 1ચમચો તેલ
  11. 1/2 ચમચીરાઈ
  12. 2લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આ ખાંડવી મેં કુકર માં કરું છે. એટલે સૌ પ્રથમ એક બાઉલ માં ચણા ના લોટ ને ચાળી ને એક કપ લેવો. ત્યારબાદ તેના 1/2 કપ દહીં એડ કરવું. દહીં ના હોય તો છાસ પણ ચાલે. ત્યારબાદ પેલા 1 કપ પાણી એડ કરવું અને બરાબર ગાંઠા ન પડે એમ હલાવી લેવું. પછી વધારા નું પાણી મિક્સ કરવું.

  2. 2

    બેટર એકદમ ઢીલું પાન નઈ એવું તૈયાર કરવું. કુકર માં પાણી ગરમ કરવા મૂકવું. આ બેટર માં હળદળ, મીઠું નાખી ને બરાબર હલાવી ને એક તપેલી માં નાખી ને કુકર માં બાફવા મૂકવું.તપેલી ઉપર ઢાંકણ ઢાંકવું નઈ. એમજ તપેલી મુકવી અને 6 સીટી વગાડવી.

  3. 3

    ખાંડવી ને પ્લેટફોર્મ અથવા થાળી માં પાથરવા માટે એમાં તેલ લગાવી લેવું. ત્યારબાદ કુકર ઠરે એટલે ખાંડવી ના બેટર ને બરાબર હલાવી ને તેલ ચોપડેલ થાળી અથવા પ્લેટફોર્મ પર ચમચા વડે કાઢી ને તવેથો અથવા રબ્બર ના ચમચા વડે ઝડપ થી પાથરી દેવું.

  4. 4

    ખાંડવી ઝડપ થી ઠરી જાય છે. પછી તેમાં ઉભા કાપા પાડી દેવા અને થોડી ખાંડવી એમજ સાદી રોલ કરવી. અને બીજી બાજુ થોડી ખાંડવી ઉપર થોડી ચટણી પાથરવી અને ઉપર ચીઝ ખમણવું આવી રીતે તૈયાર કરી ને ana પણ રોલ વાળી લેવા.

  5. 5

    એક પેન માં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી ને તતડવા દેવી બાદ જીણા સુધારેલા મરચા ઉમેરી ગેસ બંધ કરી દેવો. અને આ વઘાર બંને બનાવેલ ખાંડવી ઉપર ચમચા થી રેડવું. તો તૈયાર છે ગુજરાતી ઓ નું ફેવરિટ 'ખાંડવી'અને' સ્ટફ ખાંડવી'.

  6. 6

    ખાંડવી કુકર માં ઝડપ થી થાય છે અને સતત હલાવવું પણ નથી પડતું અને બળવા કે ગાંઠા પાડવાની પણ બીક ણ રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
milan bhatt
milan bhatt @Bhavna
પર

ટિપ્પણીઓ (6)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
અરે,ઉભા રો,ચાખી લઉ.....્્્્્્!

Similar Recipes