ખીચડી(Khichdi Recipe inGujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

# વેજ મસાલા ખીચડી
#GA4
#WEEK7
# KHICHDI

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચોખા
  2. ૧ કપમિક્સ દાળ જેમાં તુવરની દાળ/ મગની મોગર અને મગની ફોતરાવાળી દાળ આ ત્રણેયને સરખે ભાગે લઈ એક કપ કરો
  3. ૧ નંગબટાકા
  4. ૧ નંગકેપ્સીકમ
  5. ૧ નંગડુંગળી
  6. નાનું ગાજર
  7. નાના રીંગણ
  8. અડધો કપ લીલા વટાણા
  9. ૨ નંગલીલા મરચાં
  10. ૭થી ૮ કળી લસણ
  11. ટુકડો આદુ
  12. લીમડાના પાન
  13. વઘાર માટે ઘી અથવા તેલ ૨ ચમચા અથવા તો બંને મિક્સ કરી વઘારવી ખીચડી
  14. વઘાર માટે રાઇ જીરૂ મેથી અને હિંગ
  15. ૧ ચમચી લાલ મરચું
  16. ૧/૪ ચમચીહળદર
  17. ૧/૨ ચમચીધાણાજીરૂ
  18. ૧/૪ ચમચીગરમ મસાલો
  19. તમાલ પત્ર એક નંગ / ચાર લવિંગ/ બે નંગ લીલી ઈલાયચી/ ૧ નંગ તજ નો ટુકડો આ ખડા મસાલા વઘારમાં નાખવા
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. સીંગદાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને બે-ત્રણ પાણીથી ધોઈને દોઢથી બે કલાક પલળવા દેવા પછી બધા શાકને ધોઈને સમારી લેવા

  2. 2

    ખીચડી વઘારવા માટે ઘી તેલ ગરમ કરો ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું ખડા મસાલાનાખો એટલે તમાલપત્ર તજ લવિંગ ઈલાયચી દિવસ તુને 1/2મિનિટ સાંતળી અને સિંગદાણા મીઠા લીમડાના પાન સાંતળી લો

  3. 3

    પછી તેમાં બધા શાક એડ કરો 1/2મિનિટ સાંતળો પછી તેમાં ટામેટા નાખો પછી તેમાં બધા મસાલા એડ કરો મસાલા નાખી બધું મિક્સ કરી દો

  4. 4

    પછી તેમાં દાળ-ચોખા એડ કરો મીઠું સ્વાદ અનુસાર એડ કરો તેમાં ત્રણ કપ પાણી નાખો બધુ બરાબર મિક્સ કરી મધ્યમ તાપે ચડવા દો પાણી ઓછું પડે તે માટે બાજુમાં પાણી થોડું ગરમ રાખો મિનિમમ પાંચ પાણી તો જોઇશે જ આ ખીચડી તમે કડાઈમાં પણ બનાવી શકો છો અને કુકરમાં પણ બનાવી શકો છો લસણ ડુંગળી ના થતા હોય તો આ માં નહીં નાખવાનનુ લસણ ડુંગળી વગર પણ આ ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે

  5. 5

    આ ખીચડી લચકા પડતી બનાવવાની હોય છે ખીચડી ચડી જાય એટલે તેની ઉપર વઘાર રેડવામાં આવે છે એક વાસણમાં થોડું ઘી લઇ તેમાં લાલ મરચાં અને જીરું નાખી હીંગ પણ નાખવી વઘાર ખીચડી પર રેડવું લીલા ધાણા એડ કરો

  6. 6

    આ ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

ટિપ્પણીઓ

Similar Recipes