સ્વામિનારાયણ ખીચડી(swaminarayan khichdi recipe in gujarati)

jigna mer
jigna mer @jignamer1989

સ્વામિનારાયણ ખીચડી(swaminarayan khichdi recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. 1/2 કપ ખીચડીયા ચોખા
  2. 1/3 કપ મગની ફોતરાવાળી દાળ
  3. 1 ચમચીતુવેર દાળ
  4. 1 ચમચીઅડદની દાળ
  5. 1 ચમચીચણાની દાળ
  6. 1 ચમચીમગની ફોતરા વગરની દાળ
  7. 1 નંગટામેટું
  8. 1 નંગબટેટુ
  9. 1 બાઉલ મકાઈના દાણા
  10. વઘાર માટે
  11. 1 ટેબલસ્પૂનતેલ
  12. 1 ટેબલસ્પૂનઘી
  13. 1/2 ટેબલ ચમચી રાઈ
  14. ચપટીહિંગ
  15. 1/2 ટેબલ ચમચી જીરું
  16. 4-5મીઠા લીમડાના પાન
  17. 2-3સૂકા લાલ મરચાં
  18. 1 ટેબલ ચમચીલાલ
  19. 1/2 ટેબલ ચમચી હળદર
  20. સ્વાદ અનુસારમીઠું
  21. જરૂર મુજબ પાણી
  22. ગાર્નીશિંગ માટે
  23. જરૂર મુજબકોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા આપણે ચોખા, મગની ફોતરાવાળી દાળ, તુવરદાળ, અડદની દાળ, ચણાની દાળ, ફોતરા વગરની દાળ એક બાઉલમાં લઈ મિક્સ કરીશું, ત્યારબાદ તેને એક કલાક સુધી પલાળી શું.

  2. 2

    હવે ખીચડી પલડી જાય એટલે, આપણે શાક સમારી લેશું, બટેટા, ટામેટા સમારી અને તૈયાર કરીશું.

  3. 3

    હવે એક કુકરમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકી શું, તેમાં સૂકા મરચા, રાઈ, જીરુ, હિંગ અને લીમડાનો વઘાર કરીશું, હવે તેમાં બટેટા, ટામેટા મકાઈના દાણા ઉમેરીશું(તમારી પાસે જે અવેલેબલ શાકભાજી હોય તે તમે ઉમેરી શકો છો) હવે તેમાં મસાલા કરીશું હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરી તેમાં પલાળેલી ખીચડી ઉમેરી દેશો, હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેને હલાવીને કુકર નું ઢાંકણું બંધ કરી દેશો.

  4. 4

    ત્રણ સીટી ફાસ્ટ ગેસ પર અને પછી ધીમો ગેસ કરી બે સીટી વગાડવાની રહેશે, હવે સીટી વાગી જાય એટલે ગેસ બંધ કરી થોડીવાર વિસમવા દેશો.

  5. 5

    હવે એક સર્વિંગ બાઉલમાં લઈ કોથમરી થી ગાર્નીશ કરીશું, તો તૈયાર છે ગરમાગરમ અને એકદમ સ્વાદિષ્ટ એવી સ્વામિનારાયણ ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna mer
jigna mer @jignamer1989
પર

ટિપ્પણીઓ

Similar Recipes