બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#GA4
#Week8
#milk

મિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊

બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)

#GA4
#Week8
#milk

મિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. બ્રેડ રોલ બનાવવા માટે
  2. 4-5બ્રેડ ની સ્લાઈસ
  3. 1 ટેબલ સ્પૂનઘી
  4. 1/2 કપમિલ્ક પાઉડર
  5. 1/4 કપખાંડ
  6. 1/4 કપફ્રેશ ક્રીમ
  7. 1/2 કપમિલ્ક
  8. 1/4 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  9. 1 ટેબલ સ્પૂનબદામ ની કતરણ
  10. 1 ટેબલ સ્પૂનપિસ્તા ની કતરણ
  11. રબડી માટે
  12. 1 લીટર દૂધ
  13. 5-6કેસર ના તાંતણા
  14. 1/2 કપખાંડ
  15. 1/4 ટી સ્પૂનઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રબડી બનાવવા માટે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. દૂધ ને સતાત હલાવતાં રહેવું.. ઍક ઉભરો આવે એટલે ખાંડ અને દૂધ માં પલાળેલા કેસર ના તાંતણા નાંખી દૂધ અડધા થી ઉપર થાય ત્યાં સુધી હલાવતાં રહો.. લગભગ 20 મિનિટ માં દૂધ જાડું થઈ ને રબડી તૈયાર થશે. જેને ફ્રીજ માં ઠંડી થવા મૂકી દો.

  2. 2

    હવે એક બીજા પેન માં ઘી મૂકી તેમાં મિલ્ક પાઉડર, મિલ્ક, ખાંડ, ઈલાયચી પાઉડર, બદામ પિસ્તા ના ટુકડા બધું નાંખી મધ્યમ આંચ પર સતત હલાવવું..10 મિનિટ માં માવો તૈયાર થશે જેને બ્રેડ ના ફિલિંગ માટે લેવાનો છે એટલે તૈયાર માવા ને ઠંડો કરવા મુકો.

  3. 3

    હવે બ્રેડ ની સ્લાઈસ ની કોરો કાપી લેવી.. વેલણ ની મદદ થી બ્રેડ ને વણી ને થોડી ફ્લેટ કરી લો.

  4. 4

    હવે તેમાં માવા નું પૂરણ ભરી ગોળ રોલ કરી લેવા.

  5. 5

    હવે જ્યારે સર્વ કરવું હોય ત્યારે એક સર્વિંગ બાઉલ માં રોલ ગોઠવી ઉપર ઠંડી કરેલી રબડી રેડી સર્વ કરવું.

  6. 6

    ઉપર થી ડ્રાય ફ્રૂટ ના ટુકડા અને ગુલાબ ની પાંખડી ઓ થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes