કેસર રબડી (Kesar Rabdi Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

આજે તો મલાઈ દાળ રબડી પીરસવાનું વિચાર્યું.આટલા સુંદર ત્યોહાર માં દૂધ ની મીઠાઈ. ખાવી એ સુકન કહેવાય..

કેસર રબડી (Kesar Rabdi Recipe In Gujarati)

આજે તો મલાઈ દાળ રબડી પીરસવાનું વિચાર્યું.આટલા સુંદર ત્યોહાર માં દૂધ ની મીઠાઈ. ખાવી એ સુકન કહેવાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૪ લોકો માટે
  1. ૨લીટર દૂધ
  2. ૧૫૦ગ્રામ ખાંડ
  3. 1 વાટકીબદામ,કાજુ,પિસ્તા ના કટકા
  4. 1 ચમચીકેસર
  5. ૧ ચમચી ઈલાયચી પાઉડર
  6. ૧/૪ ચમચી જાયફળ નો પાઉડર
  7. સજાવટ માટે રેડ ગુલાબ ની પાદડી

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    દૂધ ને જાડા તપેલા માં કે નોન સ્ટિક તપેલા માં લઈ ઉકાળો.

  2. 2

    ઉકળતા ઉકળતા દૂધ ને તપેલી ની કિનાર ઉપર લગાડતા જાઓ.એટલે સરસ મલાઈ બનતી જશે.

  3. 3

    મલાઈ ને ઉખાડી એજ દૂધ માં નાખતા રહો.જ્યાં સુધી મલાઈદાર દૂધ ના થાય ત્યાં સુધી આમ જ કરવું.

  4. 4

    દૂધ ઘટ્ટ થાય એટલે એમાં કાજુ,બદામ પિસ્તા ના કટકા નાખવા અને જાયફળ નાખવું.

  5. 5

    હવે ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરી ફરી ઉકાળવું.દૂધ નો કલર બદલાય એટલે એક ચમચી માં કેસર લઈ ઓગાળી ને દૂધમાં ઉમેરવું. ત્યારબાદ ઈલાયચી પાઉડર રાખવો.

  6. 6

    બાઉલ મા રબડી કાઢી ઉપર બદામ ની કતરી અને કેસર થી શણગારી પ્રસ્તુત કરવું.થોડી ગુલાબની પાંદડી રાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sushma vyas
Sushma vyas @sushfood
પર
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes