ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)

#MW1
#Gundarpak
#winter2020
શિયાળાની સિઝનમાં ગુંદરપાક ખૂબ જ ગુણકારી વસાણું છે. દેશી ગુંદ માંથી બનાવવામાં આવતો ગુંદર પાક ખૂબ જ પૌષ્ટિક અને શરીર માટે ફાયદાકારક હોય છે. ગુંદર પાક એક શિયાળુ વાનગી છે જેમાં ઠંડી ની સામે રક્ષણ આપતા ઓષડીયા ઉમેરવામાં આવે છે.
શિયાળામાં ગુંદરપાક ખાવાથી શરીર પુષ્ટ બને છે અને હાડકા અને માંસપેશીઓ પણ મજબૂત બને છે ડિલિવરી પછી માતાને ગુંદરપાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ગુંદર પાક દેશી ગુંદ, ઘઉંનો લોટ, ડ્રાયફ્રુટ, કોપરુ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ ડીસને હેલ્ધી બનાવવા માટે તેમાં ખાંડ ના બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આ શિયાળાની સ્પેશ્યલ પૌષ્ટિક વાનગી બનાવી એ.

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ગુંદરને તળી લેવાનો છે. તળતી વખતે પહેલા હાઇ ફ્લેમ અને પછી લો ફ્લેમ પર તળવાનો છે.
- 2
એક ચમચી ઘીમાં તૈયાર કરેલા ડ્રાયફ્રુટ ના ટુકડા ને શેકી લેવાના છે.
- 3
તળેલા ગુંદરને વાટકાથી દબાવીને તેનો ચૂરો કરવાનો છે.
- 4
એક કડાઈમાં ધી ગરમ મૂકી તેમાં ઘઉંનો લોટ આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકવાનો છે. હવે ગેસ ઓફ કરી દેવાનો છે.
- 5
હવે આ ઘઉંના શેકેલા લોટમાં તૈયાર કરેલો ગુંદરનો ચુરો, સુકા ટોપરાનું ખમણ અને શેકેલુ ડ્રાયફ્રૂટ ઉમેરવાનું છે.
- 6
હવે તેમાં સૂંઠનો પાઉડર, ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર અને ગંઠોડા પાઉડર ઉમેરવાનો છે અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.
- 7
એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ મૂકી તેમાં ગોળ ઉમેરી, લો ફ્લેમ પર ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે.
- 8
હવે આ ઓગળેલા ગોળમા તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી આ પાકને થાળીમાં પાથરી દહીં મનગમતી સાઇઝ મા ક્ટ કરી લેવાનો છે.
- 9
તો અહીંયા આ શિયાળુ વસાણુ ગુંદર પાક સર્વ કરવા માટે તૈયાર છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (22)