મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#CookpadTurns4
#Fresh_Fruits
#Week1

#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad

આમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.
Happy 4th Birthday #Cookpad

મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)

#CookpadTurns4
#Fresh_Fruits
#Week1

#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad

આમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.
Happy 4th Birthday #Cookpad

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
1 થાળી
  1. 2 કપફ્રેશ નાળિયેરનું ક્રશ
  2. 2 કપમેંગો પલ્પ
  3. 1/2 કપખાંડ
  4. 1 કપદૂધ
  5. 4 ચમચીમિલ્ક પાઉડર
  6. 1/2 ચમચીઇલાયચી
  7. 2 ચમચીપિસ્તા ની કતરણ
  8. 2 ચમચીબદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ નાળિયેર ના ટૂકડા કરી ધોઇને દુધ ઉમેરીને મિક્સર જારમાં ક્રશ કરી લો.

  2. 2

    ફ્રોઝન મેંગો ના ટૂકડા કાઢી એ પણ ક્રશ કરી પલ્પ તૈયાર કરો.

  3. 3

    હવે એક પેનમાં નાળિયેરનું ક્રશ અને ખાંડ મિક્સ કરવા મુકો.બરાબર મિક્સ થાય પછી ½ કપ દુધ ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    હવે મિશ્રણ એકદમ ડ્રાય થઈ જાય પછી મેંગો પલ્પ ઉમેરો.બરાબર મિક્સ કરી લો.મિશ્રણ ને 10 થી 15 મિનિટ ગેસ ફાસ્ટ થી સ્લો કરતાં જાઓ અને મિશ્રણ હલાવતા જાઓ.પછી થોડીવાર મિશ્રણ સ્લો ગેસ પર થવા દો.

  5. 5

    ધીરે ધીરે મિશ્રણ ઘટ્ટ થવા લાગશે અને સાઈડ થી છુટુ પડવા લાગશે.એ સમયે મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરી લો.

  6. 6

    બરાબર મિક્સ કર્યા બાદ 1 ચમચી ઘી ઉમેરી મિક્સ કરી લો.

  7. 7

    ઘી થી ગ્રીસ કરેલી થાળી મા કાઢીને પાથરી દો.ઉપર ઇલાયચી પાઉડર છાંટી દો.પિસ્તા અને બદામ ની કતરણ થી ગાર્નિશ કરો.(આ મિશ્રણ ગરમ અથવા ઠંડુ હલવા તરીકે પણ સર્વ કરી શકાય).

  8. 8

    કાપા પાડી પીસ સેટ કરવા થાળીને 1 કલાક ફ્રીજ મા મુકો.ત્યારબાદ પીસ પાડી સર્વ કરો.

  9. 9

    તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મેંગો-કોકોનટ બરફી.કુછ મીઠાં હો જાયે....😋😋

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (34)

Parul Kesariya
Parul Kesariya @cook_29602118
Tamari recipe MA me thodo ferfar kari ne barfi banavi chhe dee.. bau mast bani chhe … Thanks 😊

Similar Recipes