મેંગો મટકા આઈસ્ક્રીમ

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#KR
ઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાવા ની ખુબ જ મઝા આવે છે અને એમાં જો મેંગો ફ્લેવર મળી જાય તો મઝા જ પડી જાય તો ચાલો....

મેંગો મટકા આઈસ્ક્રીમ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#KR
ઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાવા ની ખુબ જ મઝા આવે છે અને એમાં જો મેંગો ફ્લેવર મળી જાય તો મઝા જ પડી જાય તો ચાલો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500મીલી - ફુલ ફેટ દૂધ
  2. 1/2 કપ- ખાંડ
  3. 1 ચમચી- કોર્ન ફ્લોર
  4. 1 ચમચી- મિલ્ક પાઉડર
  5. 1 વાડકી- તાજી મલાઈ
  6. 1 વાડકી- મેંગો પલ્પ
  7. સર્વ કરવા માટે :- બદામ અને પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ફુલ ફેટ દૂધ લઇ ઉકળવા મૂકી દો એક ઊભરો આવે પછી તેમાં ખાંડ નાખી દો. આ બાજુ થોડું દૂધ વાટકી મા લઈ તેમાં 1 ચમચી કોર્ન ફ્લોર અને એક ચમચી મિલ્ક પાઉડર નાખી દો અને બરાબર હલાવી દો. પછી ઉકળતા દૂધમાં ધીમે ધીમે આ મિશ્રણ નાખી દો. દૂધનું મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરી દો અને મિશ્રણ એકદમ ઠંડુ થવા દો.

  2. 2

    મિશ્રણ ઠંડુ થાય પછી તેમાં મલાઈ અને મેંગો પલ્પ નાંખી દો અને બોસ ફેરવી હલાવી આ મિશ્રણ ને મટકા કપ માં ઉમેરી ઉપર પ્લાસ્ટિક થી કવર કરી રબર લગાવી ફ્રીઝર માં 7-8 કલાક મૂકી પછી સર્વ કરી દો.

  3. 3

    સર્વ કરતી વખતે પિસ્તા અને બદામ ની કતરણ થી ગાર્નીસીંગ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes