ફ્રેશ કોકોનટ બરફી (Fresh Coconut Barfi Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#CR
કોકોનેટનુંપાણી, કોકોનેટતેલ , ઘણું ફાયદાકારક છે. પણ કોકોનટ ખાવાના અનેક ફાયદા છે.ગરમીની સીઝનમાં ખાવાથી શરીરને ઠંડક મળે છે.અને યાદશક્તિ વધે છે.અને હૃદયને તંદુરસ્ત રાખે છે

ફ્રેશ કોકોનટ બરફી (Fresh Coconut Barfi Recipe In Gujarati)

#CR
કોકોનેટનુંપાણી, કોકોનેટતેલ , ઘણું ફાયદાકારક છે. પણ કોકોનટ ખાવાના અનેક ફાયદા છે.ગરમીની સીઝનમાં ખાવાથી શરીરને ઠંડક મળે છે.અને યાદશક્તિ વધે છે.અને હૃદયને તંદુરસ્ત રાખે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
3 વ્યક્તિ
  1. 1વાટકી ફ્રેશ કોકોનેટનું છીણ
  2. 2સ્પૂન દેશી ઘી
  3. 1/2કપ મિલ્ક
  4. 1/2કપ ફ્રેશ મલાઈ
  5. 2સ્પૂન દળેલી સાકર
  6. 2સ્પૂન મિલ્ક પાઉડર અથવા માવો
  7. 1/4સ્પૂન ઇલાયચી પાઉડર
  8. 2ડ્રાયફ્રૂટ બદામ
  9. 1પટ્ટી વરખ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પહેલા કોકોનેટની છાલને કાઢી પાણીથી ધોઈને લાંબી ચીર કરીમિક્સર માં ઝીણું ક્રશ કરી લો.

  2. 2

    હવે ગેસ પર નોનસ્ટિક પેનમાં ઘી મૂકીકોકોનેટ છીણને 5 મિનિટ લો ફ્લેમ પર શેકી લો.હવે મિલ્ક, ફ્રેશ મલાઈ, નાખી પેનમાં મિશ્રણ છૂટુ પડે ત્યાં સુધી હલાવો.ફોટામાં તમે જોઈ શકો છો પેનમાંથી મિશ્રણ છૂટું પડવા લાગ્યું છે.

  3. 3

    હવે મિલ્ક પાઉડર,ઇલાયચી પાઉડર, દળેલીસાકર,એડ કરી 2મિનિટ હલાવી લો. તૈયાર છે આપણી કોકોનટ બરફી.

  4. 4

    હવે થાળીમા ઘી ગ્રીસ કરી મિશ્રણને હાથ વડે ચોરસ રોલ વાળી 1 કલાક રૂમટેમ્પરેચર પર અથવા ફ્રીઝમાં સેટ થવા મૂકી દો સેટ થઈ જાય એટલે વરખ લગાડીને પીસ પાડી બદામ થી ગાર્નીસ કરી સર્વ કરો..તૈયાર છે આપણી કોકોનટ બરફી.

  5. 5

    નોંધ :- હું મારી સ્વીટ રેસિપી માં ખાંડ ને બદલે સાકરનો ઉપયોગ કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes