મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#MW3
મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબેસન
  2. 1વાટકો મેથી ની ભાજી
  3. 3લીલાં મરચાં
  4. 1 ટુકડોછીણેલું આદું
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીધાણજીરૂ
  8. 1/2 ચમચીઅધકચરા ખાંડેલા મરી
  9. 1 ચમચીખાવા નો સોડા
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મેથી ની ભાજી ને સારી રીતે ધોઈ સમારી લો.

  2. 2

    બેસન માં મીઠું, વાટેલા મરચાં, આદુ, હળદર, મેથી ની ભાજી, ધાણા જીરું, સોડા અને મરી મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.

  4. 4

    તળતા પહેલા એક ચમચો ગરમ તેલ ઉમેરી મિક્સ કરી લો. ગરમ તેલ માં ખસતા ગોટા તળી લો.

  5. 5

    તો તૈયાર છે મેથી ના ગોટા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes