લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)

#GA4
#WEEK15
#JAGGERY
#COOKPADGUJRATI
#COOKPADINDIA
સામાન્ય રીતે ગોળ કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળશે આથી લાલ મરચા અને દેશી ગોળનો ઉપયોગ કરીને મેં મરચાનું અથાણું નું અથાણું બનાવ્યું છે. જે તીખો અને ગળ્યું હોય છે ભાખરી ,પરાઠા ,રોટલી વગેરે સાથે સરસ લાગે છે.
લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#GA4
#WEEK15
#JAGGERY
#COOKPADGUJRATI
#COOKPADINDIA
સામાન્ય રીતે ગોળ કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળશે આથી લાલ મરચા અને દેશી ગોળનો ઉપયોગ કરીને મેં મરચાનું અથાણું નું અથાણું બનાવ્યું છે. જે તીખો અને ગળ્યું હોય છે ભાખરી ,પરાઠા ,રોટલી વગેરે સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
આખા લાલ મરચા ના ડીંટા અને બી કાઢીને તેના ટુકડા કરી લો પછી તેમાં મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લો હવે ઢાંકીને તેને આથી છ કલાક રહેવા દો તો પછી ચારણીમાં કાઢી ને બે કલાક રહેવા દો જેથી તીખાશ વાળું વધારાનું પાણી બધું નીકળી જાય.
- 2
ગોળને ઝીણો સમારી લો અથવા તો પછી છીણી લો. એક એક ચમચી આખા ધાણા, જીરુ અને વરિયાળી લઈને તેને સહેજ અધકચરા કરી લો હવે બાકીની એક ચમચી છે આખા ધાણા, વરીયાળી અને જીરૂ લઈ તેને વાટી ને ઝીણો પાઉડર કરી લો.
- 3
એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં અધકચરા કરેલા ધાણા જીરુ અને વરિયાળી ઉમેરો પછી તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર અને ગોળ ઉમેરી ની સતત ત્રણથી ચાર મિનિટ હલાવો.
- 4
હવે તેમાં લાલ મરચાના ટુકડા, રાઈના કુરિયા, મેથીના કુરિયા, ચપટી હળદર, મીઠું, ઝીણા વાટેલા ધાણા,જીરુ અને વરીયાળીનો પાઉડર ઉમેરીને સતત બેથી ત્રણ મિનિટ હલાવી પછી એક લીંબુના ટુકડા અને બે લીંબુનો રસ ઉમેરો અને એકથી બે મિનિટ બરાબર હલાવી ગેસ બંધ કરી દો.
- 5
અથાણું ઠંડું પડી જાય એટલે એક જારમાં ભરી લો.
- 6
તો તૈયાર છે આપણું ગળ્યું ભીખુ એવું ચટપટું ગોળ મરચાનું અથાણું.
Similar Recipes
More Recipes
- કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
- કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
- બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
- માતર(Maatar Recipe in Gujarati)
- મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

















ટિપ્પણીઓ (11)