શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યકિત
  1. 200 ગ્રામપનીર
  2. 3ટામેટાં
  3. 1મોટી ડુંગળી
  4. 2-3લીલા મરચાં
  5. 1 ટુકડોઆદુ
  6. 1/2 કપકાજુ
  7. 1 કપદહીં
  8. 1 કપમલાઈ
  9. 1 કપદૂધ
  10. 4 ટેબલસ્પૂનઘી
  11. 1 ટીસ્પૂનજીરુ
  12. 2-3લવિંગ
  13. 1તમાલપત્ર
  14. 1 ટુકડોતજ
  15. 2ઇલાયચી
  16. 1 ટીસ્પૂનકસૂરી મેથી
  17. 1 ટીસ્પૂનહળદર
  18. 2 ટીસ્પૂનમરચું
  19. 1 ટીસ્પૂનગરમ મસાલો
  20. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં થોડું ઘી મૂકી તેમાં ડુંગળી ટામેટા આદુ મરચાં લસણ અને કાજુ ઉમેરી થોડું સાંતળી લો

  2. 2

    હવે તેમાં તજ લવિંગ ઇલાયચી તમાલપત્ર ઉમેરી દો. થોડું પાણી નાખી ઢાંકણ ઢાંકી ને 5 મિનિટ ચડવા દો.

  3. 3

    મિશ્રણ ઠરે એટલે તેને મિક્સરમાં પીસી લો અને મોટા કાણાં વાળી ગરણીથી ગાળી લો. એકદમ smooth પેસ્ટ તૈયાર થશે

  4. 4

    હવે એક પેનમાં ઘી મૂકી જીરાનો વઘાર કરો. તેમાં પેસ્ટ નાખી થોડું સાંતળી લો. એક બાઉલમાં દહીં લઈ તેમાં મીઠું મરચું હળદર ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો. તેને ગ્રેવીમાં ઉમેરી દો

  5. 5

    સરખું ઉકળે એટલે તેમાં પનીરના ટુકડા નાખી ને થોડી વાર ઉકળવા દો જેથી બધો મસાલો પનીરમાં absorb થઈ જાય. હવે તેમાં મલાઈ પણ ઉમેરી દો

  6. 6

    સબ્જી ઘટ્ટ લાગે તો તેમાં દૂધ ઉમેરવું. બરાબર હલાવી ને ઉપર કસૂરી મેથી નાખી ગરમાગરમ સર્વ કરો

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes