શાહી પનીર(shahi paneer recipe in Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. ૨ નંગમોટા ટામેટાં ની પ્યુરી
  3. ૨ નંગડુંગળી ની પ્યુરી
  4. ૨ ટેબલ સ્પૂનકાજુ
  5. ૧ ટેબલ સ્પૂનમગસતરી બી
  6. ૧/૨ ટી સ્પૂનખસખસ
  7. ૧ ટેબલ સ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  8. ૪-૫ લવિંગ
  9. નાનો ટુકડો તજ
  10. ઇલાયચી અથવા મોટા એલચા
  11. ૧ ટેબલ સ્પૂનઘી
  12. ૧ ટેબલ સ્પૂનતેલ
  13. ૧ ટી સ્પૂનશાહજીરુ
  14. ૧ ટી સ્પૂનકસૂરી મેથી
  15. ૧/૨ કપમલાઈ
  16. ૧ ટેબલ સ્પૂનશાહી પનીર મસાલો
  17. ૧ ટી સ્પૂનકાશ્મીરી મરચું પાઉડર
  18. ૧ ટી સ્પૂનહળદર પાઉડર
  19. ૧ ટી સ્પૂનધાણાજીરું પાઉડર
  20. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ આપણે પંજાબીશાક બનાવવા માટેની બધી વસ્તુઓ તૈયાર કરી દઈશું. એક બાઉલમાં સહેજ હૂંફાળું પાણી લઈ તેમાં કાજુ, મગજતરી ના બી અને ખસખસ ત્રણેય વસ્તુઓને દસ મિનિટ માટે પલાળી દઈશું.

  2. 2

    એક કડાઈમાં તેલ અને ઘી બંને મિક્સ કરી અને ગરમ કરો તેમા પનીરના ટુકડા કરીને આછા ગુલાબી રંગના તળી લો.

  3. 3

    પનીર તળાઈ ગયા પછી તે જ તેલ અને ઘી માં જીરું નાખો તતડે એટલે તેમાં તજ લવિંગ ઇલાયચી આદુ-લસણની પેસ્ટ નાખી થોડી વાર હલાવો તેમાં ડુંગળીની પ્યુરી ઉમેરો.

  4. 4

    ડુંગળી ની પ્યુરી થોડી ગુલાબી થાય એટલે તેમાં ટામેટાંની પ્યોરી ઉમેરી દો. હળદર, મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, મીઠું, શાહી પનીર મસાલો બધુ ઉમેરી દો અને સતત હલાવતા રહો ખાસ ધ્યાન રાખો કે ગ્રેવી બિલકુલ પણ કાચી ન રહે નહીં તો શાકના સ્વાદમાં ફરક પડી જશે.

  5. 5

    ગ્રેવી બરાબર થઈ જાય અને સાઈડ માં થી તેલ છુટવા લાગે એટલે તેમાં કાજુ ખસખસ અને મગજતરી ના બી નું મિશ્રણ ઉમેરી દો. ફરીથી બધું એકદમ બરાબર મિક્સ કરો ખૂબ જ સુગંધ આવવા લાગે એટલે તેમાં કસુરી મેથી નો હાથેથી ભૂકો કરીને ઉમેરી દો.

  6. 6

    ગ્રેવીમાં સાઈડ માંથી તેલ છુટવા લાગે અને એમ લાગે એકદમ બરાબર તૈયાર થઈ ગઈ છે એટલે તેમાં મલાઈ અને પનીર ઉમેરી દો.

  7. 7

    પનીર નાખ્યા પછી બે મિનિટ માટે પનીરને નરમ થવા દો ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર મલાઈથી થી સજાવી અને નાન અથવા બટર રોટી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Solanki
પર
જામનગર

Similar Recipes