દાળ મખની વિથ જીરા રાઈસ (Dal Makhni With Jeera Rice Recipe in Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 લોકો માટે
  1. 1 વાટકીઅડદ
  2. 1/2 વાટકીરાજમા
  3. 2 નંગટામેટા
  4. 1 નંગમરચું
  5. 3-4કળી લસણ
  6. 1કટકો આદુ
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 2 ચમચીલાલ મરચું
  9. 2 ચમચીધાણા જીરું
  10. 1 ચમચીહળદર
  11. 1 ચમચીહિંગ
  12. થોડીક કસૂરી મેથી
  13. બટર
  14. ક્રીમ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌપ્રથમ, અડદ અને રાજમા ને 6-7 કલાક માટે પલાળી દેવા.

  2. 2

    પલળી જાય એટલે તેને કૂકરમાં 4-5 સિટી વગાડી લેવી.

  3. 3

    હવે ટામેટા અને આદુ, લસણ અને મરચા ની અલગ અલગ પ્યુરી બનાવી લેવી.

  4. 4

    હવે એક પેનમાં બટર લઈ તેને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકવું.

  5. 5

    ગરમ થાય એટલે તેમાં આદુ, લસણ અને મરચા ની પ્યુરી તેમજ ટામેટા ની પ્યુરી ઉમેરવી.

  6. 6

    હવે તેને ધીમા ગેસ પર સંતાડવા દેવું.

  7. 7

    સાંતળી જાય એટલે તેમાં બધા સૂકા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લેવા.

  8. 8

    મિશ્રણ માંથી બટર છૂટું પડે એટલે તેના બાફેલા અડદ અને રાજમા ઉમેરવા.

  9. 9

    અડદ અને રાજમા ઉમેરી તેમાં ઉપરથી કસૂરી મેથી અને ધાણા ભાજી ઉમેરવી. બધું બરાબર મિક્સ કરી લેવું.

  10. 10

    હવે તેમાં ક્રીમ ઉમેરી તેને ધીમા ગેસ પર ઉકળવા દેવું.

  11. 11

    થોડું ઉકળે એટલે તેને ગેસ પરથી ઉતારી, તેને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર થી ક્રીમ નાખી, જીરા રાઈસ તેમજ બટેટા ચિપ્સ સાથે સર્વ કરવું!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes