ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G

#GA4
#week17
#post2
#Pastry
#ઓરીઓ_ચોકલેટ_પેસ્ટ્રી_કેક ( Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati )
પેસ્ટ્રી કેક નો નાનો ભાગ છે. પેસ્ટ્રી નાનાં મોટાં સૌને ભાવે છે. બેક કેક તો ઘણા બનાવ્યાં પરંતુ આ રીતે બેકીંગ પેસ્ટ્રી પહેલીવાર જ બનાવી પણ સ્વાદ માં ખુબ સરસ બની છે. આ પેસ્ટ્રી ફક્ત ત્રણ જ સામગ્રી માંથી બનાવી છે. જે એકદમ બેકર્સ ના શોપ જેવી જ બની છે. મારાં બાળકોને ઑરિયો બિસ્કિટ ની ચોકલેટ ફ્લેવર ભાવે છે એટલે મે અહી ઑરિઓ ચોકલેટ પેસ્ટ્રી બનાવી છે. જે એકદમ ક્રીમી ને ચોકલેટી બની છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરીઓ બિસ્કિટ ની અંદર ની ક્રીમ અલગ કરી એક બાઉલ માં ઉમેરી દો. ને બિસ્કિટ ને પણ અલગ બાઉલ માં કાઢી લો.
- 2
હવે આ બિસ્કિટ માં હુંફાળુ ગરમ દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો. જ્યાં સુધી બિસ્કિટ ના કણ બધા પીગળી ના જાય. હવે આમાં બેકિંગ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે એક નાના નોનસ્ટિક પેનને તેલ થી ગ્રીસ કરી લો. અને બનાવેલ ચોકલેટ મિશ્રણ આમાં ઉમેરી તેને એક બીજા જાડા પેન પર મૂકી ગેસ ની મીડીયમ આંચ પર 6 થી 7 મિનિટ માટે બેક કરી લો.
- 4
- 5
હવે આ કેક ને ઠંડી કરી એને ચારે બાજુ થી કિનારી કટ કરી ચોરસ શેપ આપી દો. અને વચ્ચે થી છરી થી કટ કરી બે ભાગ કરી લો.
- 6
હવે સાઈડ મા રાખેલી બિસ્કિટ ની ક્રીમ માં હુંફાળુ ગરમ દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 7
હવે આ ક્રીમ ને કટ કરેલી પેસ્ટ્રી ના એક ભાગ પર લગાવી દો. ને તેની પર બીજા ભાગ ની પેસ્ટ્રી ગોઠવી દો. હવે આ પેસ્ટ્રી ને એકસરખા ચાર ભાગ માં કટ કરી લો. ને ઉપર પાઇપિંગ બેગ માં ક્રીમ ભરી તેમાં નાનું નોઝલ લગાવી ઉપર તેનાથી એક ડોટ પાડી ગાર્નિશ કરી ઉપર ચેરી મૂકી ગાર્નિશ કરી લો.
- 8
- 9
હવે આપણી ઓરીઑ ચોકલેટ પેસ્ટ્રી કેક તૈયાર છે સર્વ કરવા માટે...😋
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (14)