ચીઝી પનીર મખની સિઝલર (Cheesy Paneer Makhani Sizzler Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#GA4
#Week18
Keyword: Sizzler
આજે મે ઇન્ડિયન સિઝલર બનાવ્યું છે જેમાં રાઈસ, ગ્રેવી, રેપ, વેજીઝ, ફ્રેન્ચ ફ્રાઈસ અને પનીર ના ટુકડા છે. આ સિઝલર ઇન્ડિયન સ્ટાઈલ નું છે અને એકદમ ટેસ્ટી લાગે છે.

ચીઝી પનીર મખની સિઝલર (Cheesy Paneer Makhani Sizzler Recipe In Gujarati)

#GA4
#Week18
Keyword: Sizzler
આજે મે ઇન્ડિયન સિઝલર બનાવ્યું છે જેમાં રાઈસ, ગ્રેવી, રેપ, વેજીઝ, ફ્રેન્ચ ફ્રાઈસ અને પનીર ના ટુકડા છે. આ સિઝલર ઇન્ડિયન સ્ટાઈલ નું છે અને એકદમ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧.૫ કલાક
2 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ પનીર નો બ્લોક
  2. પનીર ની વચેના સ્ટફિંગ માટે:
  3. ૧ કપગ્રેટ કરેલી ચીઝ
  4. ૧/૨ કપઝીણું સમારેલું કેપ્સીકમ
  5. ૧ tspચીલી ફ્લેક્સ
  6. ૧/૨ tspમરી પાઉડર
  7. ૨ tbspટોમેટો કેચઅપ
  8. રોટી રેપ માટે:
  9. રોટી
  10. ૧૦૦ ગ્રામ બેબી કોર્ન બોયલ કરેલી
  11. ૧૦૦ ગ્રામ બ્રોકોલી બોયલ કરેલી
  12. ૧ tbspચીઝ
  13. ૧/૨ tspખાંડ
  14. ૧/૨ tspચીલી ફ્લેક્સ
  15. ૧/૨ tspમિક્સ હબ્સ
  16. ૧/૨ tspમરી પાઉડર
  17. રાઈસ માટે:
  18. ૨ કપબોઇલ રાઈસ
  19. ૩ tbspબટર
  20. ૧ tbspઆદું લસણ ની પેસ્ટ
  21. ૧/૪ tspમરી પાઉડર
  22. ૧/૪ કપકોથમીર
  23. ૧/૨ tspલીલું મરચું
  24. ૨ tbspમાયોનીઝ
  25. ૧/૨ tspખાંડ
  26. મીઠું સ્વાદાનુસાર
  27. ૧ tspલીંબુ નો રસ
  28. ૧ tspમિક્સ હબ્સ
  29. મખની ગ્રેવી માટે:
  30. ૩ tbspબટર
  31. ૧ tbspઆદું લસણ ની પેસ્ટ
  32. ૧ કપટામેટા ની પ્યુરી
  33. ૧/૪ કપકાજુ ની પેસ્ટ
  34. ૧ tspલાલ મરચું પાઉડર
  35. ૧ tspખાંડ
  36. ૧ tspગરમ મસાલા
  37. ૧/૨ tspકસૂરી મેથી
  38. મીઠું સ્વાદાનુસાર
  39. ૨ tbspક્રીમ
  40. સમારેલી કોથમીર
  41. ફ્રેન્ચ ફ્રાઈસ માટે:
  42. મોટા બટાકા
  43. પાણી જરૂર મુજબ
  44. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧.૫ કલાક
  1. 1

    ☑️ પનીર અને એના સ્ટફિંગ માટે: ૨૫૦ ગ્રામ પનીર નાં ચોરસ ટુકડા કરી લેવા. હવે એના સ્ટફિંગ માટે ના બધા ઘટકો ને સાથે મિક્સ કરી લેવા. હવે પનીર નાં ટુકડા વચે સ્ટફિંગ મૂકી તેને પેન પર શેકી લેવું.

  2. 2

    ☑️ રોટી રેપ માટે: રેપ ના ફિલિંગ માટે બ્રોકોલી, ફણસી અને બેબી કોર્ન ને પાણી મા બોયલ કરી લેવા. પછી એક પેન માં બટર, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, મિક્સ હબ, ખાંડ અને ચીઝ નાખી સ્ટફિંગ બનાવી લેવું. (અહીંયા તમે પનીર વચે ના સ્ટફિંગ ને પણ વાપરી શકો.) હવે રોટી લેઇ તેની ઉપર સ્ટફિંગ મૂકી દેવું અને રેપ શેકી લેવું.

  3. 3

    ☑️ રાઈસ માટે: એક પેન માં બટર અને આદું લસણ ની પેસ્ટ સાંતળી લેવી. પછી એમાં બોયલ રાઈસ એડ કરી કૂક કરવું. હવે એમાં મરી પાઉડર, મીઠું, મેયોનીઝ,કોથમીર, લીલું મરચું, ખાંડ, મિક્સ હબ નાખી રાઈસ ને કૂક કરી લેવો.

  4. 4

    ☑️ મખની ગ્રેવી માટે: બ્લાંચ કરેલા ટામેટાં ની પ્યુરી કરી લેવી. હવે એક પેન માં બટર અને આદું લસણ ની પેસ્ટ ને સાંતળી લેવું. પછી ટામેટાં ની પ્યુરી ઉમેરી, લાલ મરચું પાઉડર, મીઠું અને કાજુ ની પેસ્ટ નાખી કૂક કરી લેવું.

  5. 5

    હવે એમાં કસૂરી મેથી, ગરમ મસાલા અને ક્રીમ નાંખી કૂક કરવું. છેલે કોથમીર નાખી મખની ગ્રેવી રેડી કરી લેવી.

  6. 6

    ☑️ ફ્રેન્ચ ફ્રાઈસ માટે: બટાકા ને ફ્રેંચ ફ્રાઈસ ના કટ પ્રમાણે કાપી લેવી અને પાણી માં મીઠું નાંખી થોડી બોયલ કરી લેવી. હવે એને તરત ઠંડા પાણી માં નાખી, કપડાં પર સૂકી કરી લેવી. આ ફ્રેંચ ફ્રાઈસ ને થોડી તળી લેવી અને તમે એને ફ્રીઝર માં સ્ટોર કરી શકો. પછી પાછી બરાબર તળી ને ખાઈ શકો.

  7. 7

    ☑️ ટીપ: સિઝલર માં એકદમ સ્મોકી ઈફેક્ટ માટે એક વાટકી માં પાણી, વિનેગર, તેલ અને ખાંડ ને મિક્સ કરી લેવું. અને આને તમે પ્લેટ ગરમ થાય પછી ઉપર રેડી, કોબી ના પાન મૂકી ને સીઝલર રેડી કરવું.

  8. 8

    ☑️ બીજી બાજુ સીઝલર પ્લેટ ને ૧૦-૧૫ મિનિટ એકદમ ગરમ કરી લેવું. પછી એની ઉપર તૈયાર 👆 પાણી અને બટર નાખી સિઝલિંગ ઈફેક્ટ આપવી. પછી કોબી ના પાન પર રાઈસ, બ્રોકોલી બેબી કોર્ન વેજીસ, પનીર નાં ટુકડા, રોટી રેપ, મખની ગ્રેવી, ફ્રેન્ચ ફ્રાઈસ ને અસેમ્બલ કરી લેવું.

  9. 9

    વધારે સિઝલીંગ ઈફેક્ટ માટે વચે વચે તૈયાર પાણી ને કોબી ના પાન નીચે રેડવું. તો તૈયાર છે યમ્મી અને સિઝલિગ ચીઝી પનીર મખની સિઝલર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes