વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#GA4#Week20
#Soup
બાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે

વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)

#GA4#Week20
#Soup
બાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨ ચમચીજીણા સમારેલા ગાજર
  2. ૨ ચમચીઝીણી કોબીજ
  3. ૨ ચમચીઝીણું સમારેલું કેપ્સીકમ
  4. ૨ ચમચીઝીણું ફુલાવર
  5. ૨ ચમચીઝીણી સમારેલી ડુંગળી
  6. ૨ ચમચીઝીણું સમારેલું લીલું લસણ
  7. ૨ ચમચીઝીણી સમારેલી લીલી ડુંગળી ના પાન
  8. 1 tbspઝીણો સમારેલો ફુદીનો
  9. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. ૨ ચમચીસોયા સોસ
  11. ૧/૨ ટીસ્પૂનવિનેગર
  12. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  13. ૧ ચમચીરેડ ચીલી સોસ
  14. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  15. મીઠું સ્વાદ મુજબ
  16. ૧૧/૨ ચમચી કોર્ન ફ્લોર
  17. ૨ ચમચીતેલ
  18. 3 કપપાણી
  19. નુડલ્સ બનાવવા માટે:-
  20. ૧ કપનુડલ્સ
  21. ૨ ચમચીતેલ
  22. ૨ ચમચીકોર્ન ફ્લોર
  23. ૧/૨ ટીસ્પૂનમીઠું
  24. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ મૂકી તેમાં હક્કા નુડલ્સ નાં નુડલ્સ ઉમેરી મીઠું અને તેલ ઉમેરી નૂડલ્સને બોઇલ કરી તેને ચારણી માં લઈ બધું પાણી નીતરી થોડી વારે કોરા પડવા દ્યો.

  2. 2

    સાવ કોરા પડે પછી તેમાં કોર્ન ફ્લોર ઉમેરી બરોબર મિક્સ કરી ગરમ તેલમાં ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો.ઠરે એટલે તેને મનચાવ સુપ માં ઉપયોગ કરો.

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી આદુ લસણ મરચાની પેસ્ટ ડુંગળી નાખી બે મિનિટ સાંતળવું.

  4. 4

    પછી તેમાં વધુ ઝીણું સમારેલું વેજીટેબલ ઉમેરી બરાબર રીતે સાંતળો.

  5. 5

    શાકભાજી સંતળાય જાય એટલે તેમાં રેડ ચીલી સોસ સોયા સોસ મરી પાઉડર અને વિનેગર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ બરાબર મિક્સ કરો.

  6. 6

    પછી તેમાં પાણી ઉમેરી આ સૂપને ઉકળવા દો. એક વાટકીમાં corn flour લઈ તેવા ઠંડુ પાણી ઉમેરી તેને લિક્વિડ બનાવી આ સુપ માં ઉમેરી સતત હલાવતા રહો જેથી સૂપની થીક નેસ ઘટ્ટ થવા લાગશે (જોઈતા પ્રમાણમાં thickness રાખવા માટે તમે કોનૅ ફ્લોર વધતો ઓછો કરી શકાય)

  7. 7

    બે મિનિટ ઉકાળો. તો તૈયાર છે આપણું વેજ મન્ચાઉ સુપ.

  8. 8

    તેને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી તળેલા નુડલ્સ ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes