લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૧ કપલીલી હળદર
  2. ૧ કપલીલુ લસણ
  3. ૧ કપઝીણી સમારેલી ડુંગળી
  4. ઝીણા સમારેલી ટામેટાં
  5. ૧ કપલીલા વટાણા
  6. ૧ કપઘી
  7. ૧ ટીસ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 ટીસ્પૂનલાલમરચું
  10. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  11. ૧/૨કપદહીં

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સર્વપ્રથમ બધી જ હળદર ની છાલ ઉતારીને તેને એક મિક્સિંગ બાઉલ ની અંદર પાણીમાં મૂકી દો. ત્યારબાદ તેને છીણી લો અને તેના માપ જેટલા જ બીજી બધી સામગ્રી લઈ લો.

  2. 2

    એક કડાઈમાં ઘી ગરમ કરી લો અને પછી તેમાં લીલી હળદર નાખીને તેને 5 મીનિટ સુધી સાંતળી લો. અને એ વાતનું ધ્યાન રાખવું કે હળદરને સતત હલાવતા રહેવાનું તે નીચે કડાઈમાં ચોંટી ના જાય.

  3. 3

    ત્યારબાદ તેમાં લીલું લસણ નાખીને બરાબર મિક્ષ કરી લો અને તેની પણ બે-ત્રણ મિનિટ સુધી હલાવીને થવા દો અને ત્યારબાદ તેમાં આદું-લસણની પેસ્ટ મિક્સ કરીને તેને પણ બે-ત્રણ મિનિટ સુધી થવા દો.

  4. 4

    ત્યારબાદ તેમાં ડુંગળી નાખીને તેની પણ બે-ત્રણ મિનિટ સુધી થવા દો.ત્યારબાદ વટાણાના દાણા નાખીને પણ તેની પણ બે-ત્રણ મિનિટ થવા દો. ત્યારબાદ ટામેટા નાખી દો. તેને પણ બે મિનીટ સુધી ધીમા તાપે થવા દો.

  5. 5

    પછી તેમાં મીઠું, મરચું અને ગરમ મસાલો નાખી ને બે ત્રણ મિનિટ સુધી થવા દો. ત્યારબાદ તેમાં દહીં ઉમેરો.

  6. 6

    દહીં બરાબર મિક્સ કર્યા પછી તેને ગેસની ધીમી આંચ પર ઢાંકી ને પાંચ મિનિટ સુધી થવા દો.

  7. 7

    લીલી હળદરનું શાક તૈયાર છે તેને રોટલા કે રોટલી સાથે ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

Similar Recipes