સરગવાનો સૂપ (Drumstick Soup Recipe In Gujarati)

Nilam Pethani Ghodasara
Nilam Pethani Ghodasara @cook_26143776

સરગવાનો સૂપ (Drumstick Soup Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
2 લોકો
  1. ૩-૪સરગવાની શીંગ
  2. ૧ ઇંચઆદુનો ટુકડો
  3. ૪-૫લસણની કળી
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ચપટીહળદર
  6. ૨ ચમચીલીંબુનો રસ
  7. ૩-૪ડાળખી લીલા ધાણા
  8. ૧ ચમચીબટર
  9. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સરગવાને નાના ટુકડામાં કાપી લેવો.આદુ અને લસણને છીણી લેવું.

  2. 2

    હવે કૂકરમાં બટર લઈ,ગરમ થાય એટલે તેમાં આદુ અને લસણ ને સાંતળી લેવું.ત્યાર બાદ તેમાં સરગવો નાખી મિક્સ કરી લેવું.૧ કપ જેટલું પાણી ઉમેરી ૨ થી ૩ સીટી વાગે ત્યાં સુધી કુક કરવું.

  3. 3

    હવે ઠંડુ પડે એટલે તેમાં લીલાં ધાણા ઉમેરી, મિક્સરમાં ક્રશ કરી લેવું.ત્યાર બાદ તેને ગાળી લેવું.

  4. 4

    હવે તેમાં જરૂર મુજબ પાણી,મીઠું અને હળદર ઉમેરી ઉકાળી લેવું.૩ થી ૪ મિનિટ માટે ઉકાળી,ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ ઉમેરવો.

  5. 5

    ગરમાગરમ જ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Pethani Ghodasara
Nilam Pethani Ghodasara @cook_26143776
પર

Similar Recipes