સૂપ (Soup recipe in Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

સરગવાની શિંગ અને કોથમીર નો સૂપ ચીઝ સાથે , દિવાળી ના દિવસો પછી ઠંડી ના મોસમ માં પીવાની ખૂબ મજા આવશે.
#GA4
#week10

સૂપ (Soup recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

સરગવાની શિંગ અને કોથમીર નો સૂપ ચીઝ સાથે , દિવાળી ના દિવસો પછી ઠંડી ના મોસમ માં પીવાની ખૂબ મજા આવશે.
#GA4
#week10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૬ નંગસરગવાની શીંગ
  2. ૪ ટેબલ સ્પૂનકોથમીર સમારેલી
  3. ૨ ટેબલ સ્પૂનઘી/ બટર
  4. ૨ નંગકાંદા બારીક સમારેલા
  5. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ગ્લાસપાણી
  8. ચીઝ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સીંગ ને ધોઈ ને ૩ ઇંચ ના ટુકડા કરી કુકર માં જરૂર મુજબ પાણી મૂકી ૩ સીટી મારી બાફી લો.

  2. 2

    કૂકર ઠંડું પડે એટલે ખોલી ને સીંગ નું પાણી ગરની થી ગાળી બાજુ પર રાખો.સીંગ નો ગર ચમચા થી કાઢી લો.

  3. 3

    એક કઢાઈ માં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં કાંદા વઘારો. ૫ મિનિટ સાંતળી લો.

  4. 4

    તેમાં સીંગ નો બાફેલી ગર અને ગાળેલું પાણી ઉમેરો. ઉકાળી લો.

  5. 5

    તેમાં કોથમીર,મીઠું અને મરી પાઉડર ઉમેરો.ગેસ પરથી ઉતારી બોસ ફેરવી લો.

  6. 6

    એક ગ્લાસ પાણી ઉમેરી ઉકાળી લો.જરૂર મુજબ પાણી ઉમેરી સકો છો.

  7. 7

    ગરમ ગરમ સૂપ ઉપર ચીઝ ખમણી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

Similar Recipes