સ્પ્રાઉટ & સોજી & દ્રિ દાળ ના દહીં વડા (Sprout & Sooji Dwi Dal Dahi Vada Recipe In Gujarati)

સ્પ્રાઉટ & સોજી & દ્રિ દાળ ના દહીં વડા (Sprout & Sooji Dwi Dal Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્પ્રાઉટ દહીં વડા ની સામગ્રી ભેગી કરો.
- 2
ત્યારબાદ તે બધી દાળ (અડદ દાળ,મગની પીળી દાળ) અને કાળા ચણા,મગ અને સુકા ચોળા આ કઠોળ ને રાત્રે પલાળ્યા અને સવારે મીક્ષરમાં ક્રશ કરી લો.અને ખીરું તૈયાર કરો.
- 3
પછી ખીરું ૨ કે ૩ કલાક આથો આવે ત્યાં સુધી રાખો, પછી તેમાં મીઠું, હીંગ અને સોજી (રવો) ઉમેરો અને મીક્સ કરો, ત્યારબાદ એક સાઈડ હલાવતા તેમાં ઈનો ઉમેરો અને ખીરું ને ખુબ જ હલાવો અને પછી તળવા માટે લેવા.
- 4
એક કડાઈમાં તેલ મૂકી અને તેલ ગરમ થાય પછી તળવા અને બદામી રંગ થાય ત્યાં સુધી કીસ્પી તળવા.
- 5
વડા તૈયાર થયા બાદ શતેને છાશ કે પાણી માં પલાળી અને પછી સવિૅગ બાઉલમાં લેવા.
- 6
આ દહીં વડા તૈયાર છે અને તેમાં દહીં ખાંડ વાળું (દહીં મોળું પણ લઈ શકાય), જીરું પાઉડર, મીઠું, ખજૂર આમલીની ચટણી, મરચું પાઉડર,દાડમ ઉમેરો અને સ્પ્રાઉટ, દાળ & સોજી દહીં વડા નો સ્વાદ માણો.
- 7
કોથમીર થી સજાવી સર્વ કરો.
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (4)