કેરટ જેલી ડીલાઈટ(Carrot Jelly Delight Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#WD
#Women's Day Special
સૌ પ્રથમ તો આજે women's day નિમિતે cookpad ટીમ, એકતા મેમ,દિશા મેમ,અને પૂનમ મેમ અને મારી વ્હાલી બહેનો.સૌ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ખૂબ ખૂબ શુભેચ્છા..અને સ્નેહ ભર્યા નમસ્કાર🙏🙏🙏 cookpad ના માધ્યમ થી આપણે સૌ ભેગા થયા.અને જોત જોતામાં એકબીજા ના ફ્રેન્ડ્સ બની ગયા....
આજની નારી દરેક ક્ષેત્ર માં આગળ વધતી જોવા મળે છે.ત્યારે રસોઈ કાલા એ તો સ્ત્રી ના લોહી માં જ સમાયેલી હોયછે.નાનપણથી જ બાળકીઓ રસોડા ના રમકડા રમતાં રમતાં મોટી થતાં સુધી માં તો પાકશાસ્ત્ર માં નિપૂણ બની જાય છે.
કહેવાય છે દરેક માં કઈ ને કઈ આવડત છુપાયેલી હોય છે.આજે આપણા બધાં માં રહેલ આવડત ને બહાર કાઢી ને વિકસાવવાનું કામ cookpad ના માધ્યમ થી થયું.એક નવું પ્લેટફોર્મ મળ્યું.ઘણું બધું શીખવા ને જાણવા મળ્યુ. એ બદલ cookped ટીમ, એડમીન શ્રી એકતા મેમ ,દિશામેમ,પૂનમમેંમ અને આપ સૌ બહેનો નો ખૂબ ખૂબ આભાર..વંદન🙏🙏🙏
આજે જ્યારે આપણે women's day ઉજવી રહ્યાં છે ત્યારે એક સ્વીટ ડીશ હું આપ સૌ ને અર્પણ કરી રહી છું...ખાસ તો એકતા મેમ...
શુ ગાજર નો હલાવો ખાય ને કંટાળી ગયા છો?તો ચાલો આજે ગાજર ની નવી જ રેસિપી ખાયને મો મીઠું કરીયે..જે તમને મીઠાઈ ની સાથે આઈસ્ક્રીમ અને જેલી નો પણ સ્વાદ પણ આપશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ્સ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામગાજર
  2. અર્ધો કપ ખાંડ
  3. 2-3 ચમચીકોર્નફલોર
  4. 1 ચમચીવેનીલા એસેન્સ
  5. 4-5 ચમચીકોપર નું બૂરું મતલબ ઝીણો પાઉડર
  6. 8-10 નંગપિસ્તા ગાર્નિશીંગ માટે
  7. 1 ચમચીઘી..વાટકી ગ્રીસ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને કાપી ને એક પેન માં 2 વાટકી પાણી મૂકી ઉકળવા મુકો.

  2. 2

    5 થી 7 મિનિટ્સ માં ગાજર સોફ્ટ થઇ જશે.ચપ્પુથી ચેક કરશો તો તરતજ કપાય જશે.એટલે ચારણી માં નિતારી લેવું.નિતરેલું પાણી ફેકવાનું નથી.આ પાણી માં 3 ચમચી કોર્નફલોર મિક્સ કરી દો. પોણા કપ જેટલું જ પાણી જોઈશે.

  3. 3

    બાફેલા ગાજર ઠંડાં થઇ ગયા હશે.તેને મિક્ષી માં ફાઈન પેસ્ટ તૈયાર કરી લો.

  4. 4

    આ પેસ્ટ ને એક પેન માં લઈ ધીમી આંચ પર એકાદ મિનિટ્સ હલાવતા રહો.તેમાં અરધી વાટકી ખાંડ ઉમેરો.

  5. 5

    થોડું ઘટ્ટ થવા દો.તેમાં ગાજર નું બોઇલ કરી ને બચાવેલા પાણી માં જે કોર્નફલોર મિક્સ કાર્યો તે ઉમેરતા જાવ ને હલાવતા જાવ.

  6. 6

    થોડીવાર માં મિશ્રણ ઘટ્ટ થવા મંડશે.સત્તત હલાવતા રહો.મિશ્રણ નીચે ચોટવું નહિ જોયે કે ગાંઠા પાડવા નહીં જોયે.8-10મિનિટ્સ માં રેડી થાય જશે.

  7. 7

    પેન છોડવા માંડે એટલે ગેસ બંધ કરી દેવો.3-4 વાટકી માં ઘી લગાવી ગ્રીસ કરી લો.મિશ્રણ ને વાટકીમાં ભરી લો.

  8. 8

    3-4 કલાક ફ્રીઝ માં સેટ થવા માટે મુકો.આખી રાત પણ રાખી શકો છો.સેટ થઇ જાય એટલે કિનારી પરથી હલકા હાથે દબાવતા કિનારી છોડી દે એટલે ઉલ્ટાવી ને કાઢી લો.

  9. 9

    તેને કોપરા ના પાઉડર માં રગદોળી લો.

  10. 10

    પ્લેટ માં સર્વ કરો.ઉપર થી પિસ્તા થી ગાર્નિશ કરો..

  11. 11

    મજેદાર carrot jelly delight તૈયાર. આ સ્વીટ તમને મીઠાઇ ની સાથે સાથે આઈસ્ક્રીમ નો અને જેલી નો સ્વાદ પણ આપશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes