ગાજર નો હલવો.(Carrot Halwa Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

🙏🏻 Happy Vasantpanchmi. 🙏🏻
આજે વસંત પંચમી પર ભગવાન ના પ્રસાદ તરીકે ગાજર નો હલવો બનાવ્યો છે.સીઝનમાં ગાજર નો હલવો તો બનાવ્યો જ હશે.આજે મે કુકર માં કંઈપણ ઝંઝટ વગર ઓછી મહેનત માં અને ઓછા સમય માં એકદમ સ્વાદિષ્ટ ગાજર નો હલવો તૈયાર કર્યો છે.તમે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર બનાવશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ ચમચી દેશી ઘી
  2. ૫૦૦ ગ્રામ ગાજર ની છીણ
  3. ૧/૨ કપ દૂધ
  4. ૧/૨ કપ મિલ્ક પાઉડર
  5. ૧/૨ કપ ખાંડ
  6. ૧ ચમચી ઈલાયચી પાઉડર
  7. ૨ ચમચી બદામપિસ્તા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કુકર ગરમ થાય એટલે બે ચમચી ઘી લેવું.છીણેલી ગાજર નાંખી ચાર મિનિટ મધ્યમ તાપે સાતરવુ.ધીમો તાપ કરી હૂંફાળું દૂધ ઉમેરો.

  2. 2

    બધું મિક્સ કરી કુકર બંધ કરી મધ્યમ તાપે બે સીટી મારો.ગેસ બંધ કરી કુકર ઠંડુ કરી ખોલો.ફરી ગેસ ચાલુ કરી મધ્યમ તાપે મિક્સ કરી ખાંડ ઉમેરો.ખાંડ પીગળે ત્યાં સુધી હલાવો.મિલ્ક પાઉડર ઉમેરો.

  3. 3

    બરાબર હલવો અને મિક્સ કરો.ઈલાયચી પાઉડર અને બદામ પિસ્તા ઉમેરો.સ્વાદિષ્ટ અને સુગંધિત ગાજર નો હલવો તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes