ચીઝી ટોમેટો ઉપમા (Cheesy Tomato Upma Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cooksnap
#cookpadguj
#cookpad
#cookpadindia
મેં ઠક્કર આશાજીના ટોમેટો ઉપમા ની રેસીપી જોઈ જે મને ખૂબ જ ગમી. મેં એમની પાસેથી પ્રેરણા લઇ અને મેં પણ ટોમેટો ઉપમા બનાવેલ છે. થોડો ફેરફાર કરી અને ચીઝ એડ કરેલ છે. આટલી સુંદર રેસીપી સિવાય ક્યાંથી પ્રેરણા મળે?

ચીઝી ટોમેટો ઉપમા (Cheesy Tomato Upma Recipe In Gujarati)

#cooksnap
#cookpadguj
#cookpad
#cookpadindia
મેં ઠક્કર આશાજીના ટોમેટો ઉપમા ની રેસીપી જોઈ જે મને ખૂબ જ ગમી. મેં એમની પાસેથી પ્રેરણા લઇ અને મેં પણ ટોમેટો ઉપમા બનાવેલ છે. થોડો ફેરફાર કરી અને ચીઝ એડ કરેલ છે. આટલી સુંદર રેસીપી સિવાય ક્યાંથી પ્રેરણા મળે?

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપરવો
  2. ટામેટાં
  3. ડુંગળી
  4. ટ્યુબ ચીઝ
  5. ૧ ટેબલ સ્પૂનઅડદની દાળ
  6. ૨ ટેબલ સ્પૂનવટાણા
  7. ૨ ટેબલ સ્પૂનઝીણા સમારેલા ધાણા
  8. ઈંચ આદુનો ટુકડો
  9. લીલા મરચાં
  10. ૫-૭ પત્તા મીઠી લીમડી
  11. ૧ ટીસ્પૂનખાંડ, સ્કીપ કરી શકો
  12. ૩-૪ નંગ કાજુ
  13. મીઠું આવશ્યકતા અનુસાર
  14. ૧/૨ ટીસ્પૂનરાઈ
  15. ૧/૨ ટીસ્પૂનજીરુ
  16. ચપટીહિંગ
  17. ૨ ટેબલ સ્પૂનતેલ
  18. ૧/૨ ટીસ્પૂનસંભાર મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં ૨ કપ પાણી ગરમ કરવા મૂકો.ટામેટા ને ધોઈ અને તેને ઉભા ચીરા કરવા અને ગરમ પાણી માં ૫ મિનિટ સુધી બાફો.ત્યારબાદ ટામેટા ને એક પ્લેટમાં કાઢી લો.ઠંડા પડે એટલે છાલ ઉતારી લો.હવે બાફેલ પાણી તથા ટામેટા ને મીક્ષરમાં ક્રશ કરી લો.

  2. 2

    આ ટોમેટો જ્યુસ ને ઢાંકી ને મુકી રાખો.હવે એક નોનસ્ટિક પેનમાં રવાને શેકી લો.ધીમા તાપે સરસ ફ્લેવર આવે ત્યાં સુધી શેકી અને એક પ્લેટમાં કાઢી લો.હવે એ જ નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, હિંગનો વઘાર કરી અડદની દાળ નાખી ધીમા તાપે સાંતળો.દાળ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં મીઠી લીમડી, મરચાં ના કટકા, છીણેલું આદુ નાખીને સાંતળી લો.

  3. 3

    હવે કાજુ તથા ચોપ કરેલ ડુંગળી નાખી અને ૩ મિનિટ સુધી સાંતળો.ત્યારબાદ તેમાં ટોમેટો જ્યુસ એડ કરી ઉકળવા દો.હવે તેમાં મીઠું,સંભાર મસાલો ખાંડ નાખી મિક્સ કરી લો.

  4. 4

    હવે આ ઉકળતાં પાણીમાં શેકેલ રવો ધીમે-ધીમે નાખો.જેથી લમ્પસ ના થાય.ધીમા ગેસ ઉપર ૫ મિનિટ સુધી કુક કરો.ચીઝ છીણી ને નાખો.હલાવતાં રહેવું જેથી ચોંટી ના જાય.હવે તૈયાર થયેલ ઉપમા ઉપર લીલા ધાણા‌ તથા છીણેલું ચીઝથી ગાર્નિશ કરો.તૈયાર છે ચીઝી ટોમેટો ઉપમા !

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes