સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 2 નંગબાફીને મસળી ના બટાકા
  2. 1 વાડકીપલાળીને કોરા કરેલા સાબુદાણા
  3. 2 ટેબલ સ્પૂનશીંગોડાનો લોટ
  4. 2 ટેબલસ્પૂનસિંગદાણાનો ભૂકો
  5. 1 ટી સ્પૂનલીલા મરચાનો પાઉડર
  6. લીંબુનો રસ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1/2 ટી સ્પૂનજીરુ પાઉડર
  9. ૧ ટી.સ્પૂનમરી પાઉડર
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મસળેલા બટાકા લઈ તેમાં સાબુદાણા ભેગા કરી બરાબર મસળી લેવું

  2. 2

    હવે તેમાં શિંગોડાનો લોટ મીઠું, મરચું, મરી પાઉડર, જીરુ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    હવે તેમાં લીંબુનો રસ અને સીંગદાણાનો ભૂકો ઉમેરી બધુ બરાબર મિક્સ કરી લેવું

  4. 4

    હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી બનાવેલ સાબુદાણાનું થોડું મિશ્રણ લઇ હાથમાં વડા થેપી લેવા

  5. 5

    આ રીતે બધા વડા તૈયાર કરી લેવા અને ગરમ થયેલા તેલમાં તળી લેવા તેને આછા ગુલાબી રંગના બંને બાજુ તળવા

  6. 6

    આ રીતે બધા સાબુદાણા વડા તળી લેવા અને તળવા ન હોય તો નોનસ્ટીક પેનમાં સેલો ફ્રાય પણ કરીl શકાય ગરમાગરમ આ વડા ખાવાની ખૂબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes