સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#વેસ્ટ#મહારાષ્ટ્ર
સાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે.

સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)

#વેસ્ટ#મહારાષ્ટ્ર
સાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 2 કપસાબુદાણા
  2. 5 નંગમીડિયમ સાઇઝ ના બાફેલા બટાકા
  3. 1 ચમચીજીરૂ
  4. 1 ચમચીવરિયાળી
  5. 4 ચમચીશેકેલા સિંગદાણાનો ભૂકો
  6. 2 ચમચીકોથમીર સમારેલી
  7. 2 ચમચીલીંબુનો રસ
  8. 1 ચમચીખાંડ
  9. 6 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  10. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  11. સ્વાદાનુસારમીઠું
  12. 2 ચમચીલાલ મરચું
  13. તળવા માટે તેલ
  14. ગાર્નિશ માટે
  15. ફુદીનો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણાને સાબુદાણા ડૂબે તેટલું પાણી માં ત્રણ ચાર કલાક પલળવા મૂકી દો. પછી તેની કાણાવાળા વાડકામાં નીતારી લો. સાબુદાણા ના દાણા છુટ્ટા દાણા હોવા જોઈએ.

  2. 2

    હવે એક બાઉલમાં સાબુદાણા લો. તેમાં મેશ કરેલા બટાકા એડ કરો બટાકા વધારે પડતા બફાઈ ના જવા જોઈએ.

  3. 3

    પછી તેમાં આદુ મરચાની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, જીરું, વરિયાળી, સમારેલી કોથમીર, લાલ મરચું પાઉડર, મીઠું, ક્રશ કરેલા સીંગદાણા આ બધો મસાલો મિક્સ કરી લો.

  4. 4

    જો સાબુદાણા બરાબર પલળેલા હશે અને બટાકા પણ વધારે બફાયા નહીં હોય તો વડા તળ્યા પછી બિલકુલ ઓઇલી નહીં લાગે.

  5. 5

    બધું મિક્સ કરી લો પછી તેલ વાળા હાથ કરી ને ટીક્કી બનાવી દઈશું. આ રીતે બધી ટીક્કી બરાબર તૈયાર કરી લો.

  6. 6

    પેનમાં તેલ ગરમ કરવા મુકો. સાબુદાણા વડા ને ફાસ્ટ ગેસ પર તળવા. જેથી તેમાં તેલ ભરાઈ ના રહે.બંને સાઇડ વડાને બરાબર તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. ફુલેલી પૂરી જેવા થાય છે. આ વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે.

  7. 7

    સાબુદાણા વડા ને મીઠા દહીં સાથે સર્વ કરો આ કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes