કેસર ઇલાયચી શ્રીખંડ (Kesar Elaichi Shrikhand Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

ગુજરાતી ઘર માં મીઠાઈ વિના જમણ અધૂરું ગણાય તો મેં આજે શ્રીખંડ બનાવ્યો છે

કેસર ઇલાયચી શ્રીખંડ (Kesar Elaichi Shrikhand Recipe In Gujarati)

ગુજરાતી ઘર માં મીઠાઈ વિના જમણ અધૂરું ગણાય તો મેં આજે શ્રીખંડ બનાવ્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લીટર ફૂલ ફેટ દૂધ
  2. 1 ચમચીકોર્નફ્લોર
  3. 3 ચમચીમિલ્કપાવડર
  4. 1/4 કપમલાઈ
  5. 3/4 કપદળેલી ખાંડ
  6. 2 ચમચીદૂધ માં પલાળેલું કેશર
  7. 1/4 કપમેળવણ
  8. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  9. 1/4 કપબદામ અને કાજુ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને એક ઉફાનો આવે એટલું ગરમ કરવું હવે તેમાં કોર્નફ્લોર અને મિલ્કપાવડર ને થોડા દૂધ માં ઓગળી તેમાં ઉમેરવું અને ફરી એક ઉભરો લઈ ગેસ બંધ કરી દૂધ ને ઠરવા દેવું

  2. 2

    હવે હુંફાળું દૂધ હોય ત્યારે તેમાં મેળવણ ઉમેરી ગરમ જગ્યા પર રાખવું

  3. 3

    3 એક કલાક માં દહીં સારી રીતે જામી જશે હવે એક ચારણી પર કોટન નું કપડું રાખી દેવું અને નીચે એક તપેલી હવે ઘી ને કપડાં પર નિતરવા માટે કાઢી તેને ફ્રીજ માં રાખવું

  4. 4

    4થી 5 કલાક માં બધું પાણી નીતરી જશે હવે દહીંનો મસકો એક લોયા માં લઇ તેને ચમચા ની મદદ થઈ ફેટવું એટલે એકદમ લિશું થઈ જશે

  5. 5

    હવે તેમાં દળેલી ખાંડ અને મલાઈ મિક્સ કરવી હવે કેસર ઇલાયચી પણ ઉમેરવું ડ્રાય ફ્રુટ ની કતરણ થોડી સજાવવા રાખી બાકી મિક્સ કરી લેવી

  6. 6

    હવે શ્રીખંડ ને ઉપરથી ડ્રાય ફ્રુટ થઈ સજાવી ફ્રિજ માં 3 થી 4 કલાક ઠંડુ કરી ઉપયોગ માં લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes