જામનગર ઘુઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#CT
તીખા ઘુઘરા તો જામનગરના જ....અહીંના ઘૂઘરા તેની બનાવટ ની રીત અને ચટાકેદાર સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે .તે મુખ્ય ત્રણ ચટણી ... લાલ,લીલી અને મીઠી તથા મસાલા શીંગ, સેવ છાંટી ને પીરસવા માં આવે છે.

જામનગર ઘુઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)

#CT
તીખા ઘુઘરા તો જામનગરના જ....અહીંના ઘૂઘરા તેની બનાવટ ની રીત અને ચટાકેદાર સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે .તે મુખ્ય ત્રણ ચટણી ... લાલ,લીલી અને મીઠી તથા મસાલા શીંગ, સેવ છાંટી ને પીરસવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ થી ૪૦ મિનિટ
ચાર વ્યક્તિ
  1. 300 ગ્રામમેંદો
  2. 5 -7 ચમચી મોણ માટે તેલ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 6 (7 નંગ)બાફેલા બટાકા મેશ કરેલા (જૈન લોકોએ કાચા કેળા વાપરવા)
  5. 1/2 વાટકી બાફેલા વટાણા
  6. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  7. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. 1/2 વાટકી ઝીણી સમારેલી કોથમીર
  9. 1 ચમચીમરચું પાઉડર
  10. 2 ચમચીધાણાજીરૂ
  11. 2 ચમચીગરમ મસાલો
  12. 1/2 ચમચી આમચૂર પાઉડર
  13. 1/2 ચમચી ખાંડ...પસંદ હોય તો
  14. સ્વાદ અનુસારમીઠું
  15. તળવા માટે તેલ
  16. ગાર્નીશિંગ માટે : લાલ-લીલી ખજૂરની ચટણી મસાલા શીંગ સેવ અને કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૫ થી ૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદાને મૂઠી પડતું તેલનું મોણ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી દસ મિનિટ માટે ઢાંકી રાખો.

  2. 2

    બાફેલા બટેટાના મિશ્રણમાં વટાણા,ડુંગળી અને બાકી જણાવેલા બધા જ મસાલા ઉમેરી મિશ્રણ તૈયાર કરો.

  3. 3

    હવે તૈયાર લોટ માંથી મોટી પૂરી વણી,તેમાં બટાકા નું સ્ટફિંગ મૂકી ઘુઘરા વાળી લો.અગર તો ઘુઘરા બનાવવા ના સંચા માં ઘુઘરા તૈયાર કરી લો.ત્યારબાદ મધ્યમ તાપે તેલ ગરમ મૂકી તેમાં ઘૂઘરાને એકદમ ધીમા તાપે લાલાશ પડતા થાય ત્યાં સુધી તળો.

  4. 4

    આ પ્રમાણે બધા ઘુઘરા તળી લો.અને સહેજ ઠરે પછી સર્વિંગ પ્લેટમાં ત્રણેય ચટણી સેવ અને ડુંગળી થી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes